આઈએનએસ સિંધુરત્ન દુર્ઘટનાની તપાસમાં નવો વળાંક આવ્યો છે. ખુલાસો થયો છેકે આ દુર્ઘટના પરિણમી તેના 96 કલાક પહેલા જ લેફ્ટિનેન્ટ મનોરંજન કુમારે પોતાના સિનીયર અધિકારીને કહ્યું હતું કે સિંધુરત્ન અને તેની સહયોગી સબમરિનને ઓપરેટ કરવું બોમ પર તરવા સમાન છે.
મનોરંજનની આ વાત વેસ્ટર્ન કમાંડના અમુક અધિકારીઓ સાથે થઈ હતી. આ અધિકારીઓમાંથી એક અધિકારીએ ખુલાસો કર્યો છે. જોકે આ અધિકારીએ પોતાની ઓળખ ઉજાગર કરી નથી.
22 ફેબ્રુઆરીએ નેવી ઓફિસર્સની લે.મનોરંજન સાથે છેલ્લી વાતચીત થઈ હતી. આ અધિકારીએ મનોરંજન સાથે થયેલી વાતચીતની વિગતો ઈ-મેલના માધ્યમથી પોતાના સાથીઓને જણાવી હતી. આ વહેતી વિગતો પ્રમાણે , લે.મનોરંજન જાણતા હતા કે સબમરિનને ઓપરેટ કરવી એ જીવના જોખમ સમાન છે તેમ છતાં તેઓ પોતાની ડ્યૂટી કરવા ગયા કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.
.આ અધિકારીએ મનોરંનજને પુછ્યું હતું કે આ મુદ્દાને કમાંડ સામે કેમ ઉઠાવ્યો નથી તો મનોરંજને કહ્યું હતું કે આ દરેકને ખબર છે. કમાંડરોની કોન્ફરન્સમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.
ઉલ્લેખનીય છેકે નેવીની સબમરિન આઈએનએસ સિંધુરત્ન મુંબઈના દરિયા કિનારાની નજીક 26મી ફેબ્રુઆરીએ દુટનાગ્રસ્ત થઈ ગઈ હતી. જેમાં લે.મનોરંજનની સાથે લે. કમાંડર કપીશ મુવાલ શહીદ થઈ ગયા હતા. આ દુર્ધટનામાં સબમરિનમાં સવાર 11 લોકોને ઈજાઓ પહોંચી હતી.
RP
Reader's Feedback: