મુંબઈના દરિયા કિનારે નેવીની સબમરિન સિંધુરત્નની બેટરીમાંથી બુધવારે સવારે અચાનક ગેસ નિકળવા લાગી, જેનાથી અંદાજે પાંચ નેવી સૈનિકો બેભાન થઈ ગયા હતા.
ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં પણ સબમરિનમાં દુર્ઘટના ઘટી હતી. જણાવવામાં આવી રહ્યું છેકે ટેક્નિકલ ખામીને કારણે સિંધુરત્નની બેટરીમાંથી ગેસ લીક થઈ રહ્યો હતો. જેને લીધે અંદાજે પાંચ નેવી સૈનિકો બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં બે નેવી સૈનિકોના મોત નિપજ્યાં હોવાની શક્યતા પ્રવર્તી રહી છે.
આ બેભાન થયેલા નેવી સૈનિકોને એયરલિફ્ટ કરીને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રારંભિક રિપોર્ટમાં આ નેવી સૈનિકોની હાલત સ્થિર જણાવવામાં આવી છે. હજુ આ ઘટનાનું કારણ ખબર પડી નથી.
સબમરિનમાં કોઈ વિસ્ફોટક ન હતો. હજુ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. આ સબમરિન રશિયામાં બની હતી. જે અંદાજે 40 વર્ષ જૂની છે. અને થોડા દિવસો અગાઉ જ તેને અપગ્રેડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે સિંધુરત્ન એ કિલોક્લાસ-ઈલેક્ટ્રિક સબમરીન છે. આથી, તેમાં ડિઝલ ઉપરાંત બેટ્રી બહુ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જાણકારોના કહેવા પ્રમાણે, બેટ્રીમાં કોઈ ખામી થવાના કારણે આગ લાગી હોય શકે છે. ભૂતકાળમાં પણ આવી જ રીતે સિંધુરક્ષક સબમરીનમાં આગ લાગી હતી. બેટ્રીનો વપરાશ કરતી વખતે હાઈડ્રોજન વાયુ પેદા થાય છે. જે સબમરીનની અંદર જોખમી બની શકે છે. ફેબ્રુઆરી 2010માં આ સબમરીન વિશાખાપટન બંદર પર તહેનાત હતી, ત્યારે તેના બેટ્રી સેક્શનમાં આગ લાગી હતી. તેમાં એક નાવિકનું મોત થયું હતું તથા બે અન્યોને ઈજા પહોંચી હતી.
RP
Reader's Feedback: