Home» Sports» Hockey» Indian women junir hockey team lost semifinal

જૂનિયર મહિલા હોકી ટીમનો પરાજય

એજન્સી | August 03, 2013, 12:53 PM IST

મોંશેગ્લાબાખ : ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમનો ગત ચેમ્પિયન્સ નેધરલેન્ડ સામે 3-0થી પરાજય થયો હતો. જૂનિર મહિલા હોકી વિશ્વકપની સેમીફાઇનલમાં નેધરલેન્ડે વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ભારતને 3-0થી હરાવી ટીમના અભિયનાનો અંત લાવી દીધો હતો.

ટૂર્નામેન્ટમાં અત્યારસુધી શાનદાર પ્રદર્શન દાખવી રહેલી મહિલા ટીમે નેધરલેન્ડની ટીમને પણ ટક્કર આપી છતાં ટીમનો પરાજય થઇ ગયો હતો. ડચ ટીમ તરફથી ત્રણ ગોલ કરવામાં આવ્યા હતા. જેમાં 17મી મીનીટે લિકી વાને, 57મી મીનીટે લિસાની ડી લાંગે, તથા 68મી મીનીટે લિસા શિરલિંકે એક-એક ગોલ કર્યો હતો.

આમ સેમીફાઇનલ જીતીને નેધરલેન્ડે ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. જ્યાં તેનો મુકાબલો આર્જેન્ટીના સામે થશે જેણે ઇંગ્લેન્ડને પહેલી સેમીફાઇનલમાં 3-0થી હરાવી પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતું.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %