Home» Crime - Disaster» Crime» Indian mujahidin terrorists arrested in rajasthan

IMનાં ચાર આંતકી ઝડપાયા

Agencies | March 23, 2014, 02:43 PM IST

જયપુર :
દિલ્હી પોલીસનાં સ્પેશ્યલ સેલ દ્વારા 4 આંતકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આંતકીઓ ઇન્ડિયન મુઝાહિદ્દીનનાં છે. આ આંતકીઓને રાજસ્થાનમાંથી ઝડપી લેવાયા છે. આંતકીઓ પાસેથી 50 કિલો વિસ્ફોટક અને સર્કિટ જપ્ત કરવામાં આવ્યા છે.

ધરપકડ કરાયેલા આંતકીઓ પૈકી એકનું નામ વકાસ છે. વકાસ ઇન્ડિયન મુઝાહિદ્દીનનાં આંતકી યાસિન ભટકલનો નજીક મનાય છે. આ ઉપરાંત સકીબ અને મારુફ નામની આંતકીઓની જયપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આંતકી સકીબને જોધપુરમાંથી ઝડપી લેવાયો છે.

વકાસ પર મોદીની પટના રેલી દરમિયાન થયેલા સીરિયલ બ્લાસ્ટ સંકડાયેલા હોવાનો આરોપ છે. દિલ્હી પોલીસ અને રાજસ્થાન પોલીસનાં જોઇન્ટ ઓપરેશનમાં આ આંતકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસનો દાવો છે કે રાજસ્થાનમાં મોદીની ચૂંટણી સભાઓ આંતકીઓનાં નિશાના પર હતી. 

DP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %