Home» Sports» Hockey» India defeat malaysia to enter semi finals

ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઈનલમાં

એજન્સી | September 25, 2013, 03:16 PM IST

કુઆલાપુરમ : ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને 2-0 થી હરાવી આઠમા મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ક્વોલીફાઈ કરી લીધું છે. ભારતીય મહિલા હોકી ટીમે બીજા હાફમાં પૂનમ રાની અને લીલી ચાનુના ગોલની મદદથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. એશિયા કપમાં આઠ દેશોની ટીમો રમી રહી છે. ભારતે ગ્રુપ એ માં 6 અંક મેળવી બીજું સ્થાન બનાવી લીધું છે. જયારે ચીને 9 અંક પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન બનાવ્યું છે. ભારતનો સેમીફાઈનલમાં ગુરુવારના રોજ દક્ષીણ કોરિયા સામે મુકાબલો થશે.

ભારતે ટુર્નામેન્ટમાં પ્રથમ મેચમાં હોંગકોંગ ચીન ને 13-0થી હાર આપી હતી. પણ ચેમ્પિયન ચીન સામે ભારત 1-0 થી હાર મળી હતી. આવતા વર્ષે યોજાનાર વિશ્વ કપમાં જગ્યા બનાવવા માટે ભારતે આ ટુર્નામેન્ટ જીતવી પડશે.

ભારતે મંગળવારના રોજ મલેશિયા સામે સારી શરૂઆત કરી હતી. ભારતીય ટીમ પ્રથમ હાફમાં મલેશિયાને પ્રભાવિત કરી શકી ન હતી. પણ બીજા હાફમાં ભારતે આક્રમકતા દાખવી 2 ગોલ ફટકારી મેચ જીતી લીધી હતી.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %