Home» Sports» Hockey» India cancel hockey series with pakistan

ભારતે પાકિસ્તાન સાથેની હૉકી સિરીઝ રદ કરી

Agencies | March 15, 2013, 01:57 PM IST

નવી દિલ્હી :

શ્રીનગરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા 5 સીઆરપીએફ જવાનો અને પાકિસ્તાનની સંસદમાં અફઝલની ફાંસી અંગે ભારત વિરુદ્ધ નિંદા પ્રસ્તાવના પ્રત્યાઘાત શરૂ થયા છે. ભારતના વિદેશમંત્રાલય દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આગામી હૉકી સિરીઝ રદ કરવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચોની હૉકી સિરીઝ 5 થી 15 એપ્રિલ સુધી યોજાવાની હતી. જે બાદ ભારત પાકિસ્તાનના પ્રવાસે 23 એપ્રિલથી શરૂ થનારી હૉકી સિરીઝમાં ભાગ લેવાનું હતું.

હૉકી ઇન્ડિયાના મહામંત્રી નરિન્દર બત્રાએ કહ્યું કે આ સિરીઝને રમતગમતમંત્રાલય અને ગૃહમંત્રાલયને મંજૂરી આપી હતી. પરંતુ વિદેશમંત્રાલય દ્વારા ગુરુવારે સિરીઝ રદ કરવાની સૂચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે અફઝલ ગુરુને 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ પર થયેલા હુમલાનું ષડયંત્ર રચવાનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 9 ફેબ્રુઆરી 2013ના રોજ અફઝલને ફાંસીના માંચડે લટકાવીને તેનો મૃતદેહ જેલમાં દફનાવી દેવાયો હતો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %