Home» Sports» Hockey» India beat spain to reach semi final

જૂનિયર મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં

એજન્સી | August 01, 2013, 06:42 PM IST

મોંશેગ્લાબાખ : ભારતીય જૂનિયર હોકી ટીમે જર્મની ખાતે ઇતિહાસ રચતાં આજે મજબુત સ્પેન ટીમને 4-2થી હરાવી સૌ પ્રથમ વાર મહિલા જૂનિયર હોકી વિશ્વકપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતીય જૂનિયર મહિલા ટીમે શરૂઆત જ શાનદાર પ્રદર્શન દાખવતાં પોતાનાથી મજબુત એવી સ્પેનની ટીમને પરાજય આપ્યો હતો. આ વિજય સાથે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ અંતિમ ચારમાં પહોંચી છે.

સ્પેનની સામે રમાયેલ મેચના પ્રત્યેક હાફમાં બે-બે ગોલ કર્યા હતા. જેમાં ટીમની ખેલાડી મોનિકાએ 10મી મીનીટમાં, નવનીત કૌરે 34મી મીનીટમાં, વંદના કટારિયાએ 41મી મીનીટમાં અને રાનીએ 48મી મીનીટમાં ગોલ કર્યા હતા. જ્યારે સ્પેન તરફતી ગોલ જેંટલ જિને સાતમી મીનીટમાં અને સુકાની બર્ટા બોનાસ્ટ્રાએ 30મી મીનીટમાં ગોલ કર્યો હતો.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %