Home» Sports» Hockey» India beat malaysia in sultan of johor cup

સુલ્તાન જોહોર હોકી કપ ભારત જીત્યુ

એજન્સી | September 30, 2013, 02:46 PM IST

જોહોર બારુ : ભારતે અન્ડર 21 હોકી ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં યજમાન મલેશિયા ટીમને 3-0 થી હાર આપી સુલ્તાન ઓફ જોહોર કપ પોતાના નામે કરી લીધો છે.

ગત વર્ષે રમાયેલ ફાઇનલમાં જર્મની સામે ભારતની હાર થઇ હતી. પણ આ વખતે ભારતે શાનદાર પ્રદર્શન કરી ટ્રોફી પોતાના હસ્તક કરી લીધી છે. ભારત તરફથી મીરાશ તીર્કી, અફાન યુસુફ અને મનપ્રીતે ગોલ કર્યા  હતા. બીજી તરફ મલેશિયા તરફથી કોઈપણ ગોલ નોંધાયો નહોતો. તેને પાંચમી મિનીટમાં જ ગોલ કરવાનો મોકો મળ્યો હતો પરંતુ સતબીર સિંહ અને મોહમંદ ઓથમેને એને નાકામ કરી દીધો હતો.

ભારતને 13મી મીનીટે પેનલ્ટી કોર્નર શૂટનો ચાન્સ મળ્યો હતો પણ અમિત રોહીદાસ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. મલેશિયાએ પલટવાર કર્યો પણ તેમને સફળતા મળી ન હતી. ભારતે 22મી મીનીટે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ ભારતે 35મી મીનીટમાં પેનલ્ટી કોર્નર શૂટ માટે ત્રણ તક અને 42મી અને 45મી મીનીટે પેનલ્ટી શૂટની બે તક મળી હતી જેમાં ભારત સફળ રહ્યું નહોતું.

યુસુફે એક ગોલ ફટકારી ભારતને 2-0ની સરસાઇ અપાવી હતી. ત્યારબાદ મનપ્રીતે 4થી મીનીટે પેનલ્ટી કોર્નર શૂટમાં ગોલ ફટકારી 3-0 વિજય મેળવી લીધો હતો.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %