Home» Entertainment» Bollywood» In hamshkal film saif ali khan will playing role as a gujju boy

ફિલ્મ હમશક્લમાં ગુજ્જુ બોય બનશે સૈફ અલી ખાન

Agencies | April 29, 2014, 02:16 PM IST

નવી દિલ્હી :

બોલીવુડના નવાબ સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ હમશક્લથી ગુજરાતી યુવકનો રોલ નિભાવશે. સૈફ આ દિવસોમાં સાઝિદ ખાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ હમશક્લમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સૈફ ટ્રિપલ રોલ કરી રહ્યા છે જેમાંથી એક રોલ ગુજ્જુ બોયનો છે. સૈફ આ પહેલા કલ  હો ના હો ફિલ્મમાં ગુજ્જુ બોયની ભૂમિકા નિભાવી ચૂક્યો છે.

સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હમશક્લમાં સૈફ ના માત્ર ગુજરાતી બોલતા દેખાશે પરંતુ પોતાના રોલમાં કોમેડી પણ કરતા દેખાશે. સૈફે ગુજરાતી શીખવાને માટે ભારે મહેનત કરી છે. ફિલ્મના સેટ પર પણ સૈફ ગુજરાતી બોલે છે. ઉલ્લેખનીય છે કે વાસુ ભગનાની નિર્મિત અને સાઝિદ ખાન નિર્દેશિત હમશક્લમાં સૈફના સિવાય રિતેશ દેશમુખ, રામ કપૂર, બિપાશા બાસુ, તમન્ના ભાટિયા, ઈશા ગુપ્તાની પણ મુખ્ય ભૂમિકાઓ છે. આ ફિલ્મ 20મી જૂનના રોજ રિલીઝ થવાની છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.91 %
નાં. હારી જશે. 19.44 %
કહીં ન શકાય. 0.65 %