ઓખામાં મહિલા દિન નિમિતે સર્વાેદય મહિલા મંડળ દ્વારા સંયુકત પરિવારના સાસુ અને વહુના સન્માનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા દશ વર્ષથી સાથે રહેતી ૧૬૦ સાસુ અને ૧૯૦ વહુનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ અનોખા સન્માન સમારોહનો પ્રારંભ આમંત્રીત મહેમાનો અને મહિલા મંડળના સ્ટાફે ગણેશ પ્રાર્થનાથી કર્યાે હતો. આ તકે ડો. પુષ્પાબહેને જણાવ્યું હતુ કે સંયુકત પરિવારની સાસુ-વહુના બહુમાન આજના મહીલાદિને ઓખાની મહિલાઓને ગૌરવ લેવા જેવી બાબત છે. સંયુકત સમાજથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થશે. દીપ્તીબહેન પટેલે સામાજીક સુખાકારી અને સંયુકત આદર્શ પરિવારને શુભેચ્છા પાઠવી હતી. મંજુબેન પ્રજાપતિએ સમાજમાં મહિલા અને બેટીનું મહત્વ સમજાવ્યું હતુ.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ઓખા કુલ બાર સમાજના ૧૬૦ સંયુકત આદર્શ પરિવારોની કુલ ૧૬૦ સાસુ સાથે ૧૯૦ પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં બ્રહ્મસમાજ ર૮, રઘુવંશી લોહાણા ૪૪, પ્રજાપતિ ૩પ, ખારવા ૯, વાલ્મિકી ૯, પટેલ ર, દરબાર ૧, દરજી ૪, કચ્છી કડીયા ૮ સાધુ સમાજ ૬, મુસ્લિમ પરિવારની ર૬ સાસુ વહુનું સન્માન સમાજના પ્રમુખો અને મહેમાનોના હસ્થે થયું હતુ. અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
AI/RP
Reader's Feedback: