(ફાઇલ)
નવી દિલ્હી :ભારતીય વાયુસેનાનું હરક્યુલિસ C-130J ટ્રાન્સપોર્ટ વિમાન આજે સવારે ગ્વાલિયરથી 72 માઇલ દૂર ક્રેશ થયાનાં અહેવાલ મળી રહ્યા છે.
દૈનિક ટ્રેનિંગનાં ભાગરૂપે હરક્યુલિસ C-130J વિમાને આજે સવારે આગ્રા એરબેઝ પરથી ગ્વાલિયર જવા માટે ઉડાન ભરી હતી. પણ ગ્વાલિયરથી 72 માઇલ દૂર વિમાન તૂટી પડ્યુ. જેમાં વાયુસેનાનાં 5 અધિકારીઓનાં મોતની આશંકા સેવાઇ રહી છે.
વાયુસેનાનાં 2 હેલિકૉપ્ટર રેસક્યુ ઓપરેશન માટે રવાના થયા છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ હરક્યુલિસ C-130J વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતે અમેરિકા પાસેથી 60 અબજ રૂપિયામાં 6 હરક્યુલિસ C-130J વિમાન ખરિદ્યા છે. એટલે કે એક વિમાનની કિંમત અંદાજે 10 અબજ રૂપિયા છે. હરક્યુલિસ C-130J વિમાન એક મહાકાય વિમાન છે. જેના દ્વારા સૈનિકોની મોટી ટુકડીનું દુર્ગમ વિસ્તારોમાં સ્થાળંતર, રાહત કામગીરી, તેમન સામાન ખસેડવાનું કામ આસાનીથી થઇ શકે છે. ઉત્તરાખંડ દુર્ઘટના વખતે પણ હરક્યુલિસ C-130J વિમાનની શાનદાર કામગીરી હતી.
ડિફેન્સ સૂત્રોનાં જણાવ્યા મુજબ વિમાન દુર્ઘટનમાં 2 વિંગ કમાન્ડર, 2 સ્કવાડ્રન લીડર અને ચાલક દળનાં અન્ય એક સભ્યનું મોત થયુ.
શહીદ જવાનોના નામ
વિંગ કમાન્ડર જોશી
વિંગ કમાન્ડર નાયર
સ્કવૉડ્રન મિશ્રા
સ્કવૉડ્રન લીડર યાદવ
વારંટ ઑફિસર કે.કે.સિંહ
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
A newly acquired C-130J Hercules transport aircraft of the Indian Air Force (IAF) crashed near Gwalior Friday but there was no word on casualties, an officer said.
“The aircraft crashed 72 km west of Gwalior. It had taken off from Agra around 10 a.m. on a routine training mission,” an IAF officer told IANS here. “Rescue operations are on."
DP
Reader's Feedback: