Home» Entertainment» TV» I ll address him as sir even after marriage deepika singh

સંધ્યા બિંદની રીયલ લાઈફમાં પતિને 'સર' કહી બોલાવશે

એજન્સી | April 12, 2014, 04:06 PM IST

મુંબઈ :
સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ દીયા ઔર બાતી હમણાં સંધ્યાના પાત્ર દ્વારા દર્શકોનાં દિલ પર રાજ કરતી દીપિકા સિંહ ટૂંકા સમયમાં જ લગ્નનાં બંધને બંધાઈ જવા જઈ રહી છે. હાલમાં તેણી સીરિયલમાં આઈએએસની ટ્રેનિંગ લઈ રહી છે. આજકાલ જ્યાં પત્નીઓ દ્વારા પોતાના પતિને નામથી બોલવવામાં ખચકાટ અનુભવતી નથી ત્યારે ટીવી સીરિયલ દિયા ઓર બાતી હમની સંધ્યા બિદની એટલે કે દીપિકા સિંહ પોતાના પતિને લગ્ન બાદ સર કહીને બોલાવશે. દીપિકા સિંહ ટૂંક સમયમાં જ આ સીરિયલના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલની સાથે લગ્નગ્રંથિથી જોડાવાની છે.
 
દીપિકા સિંહ હાલમાં જ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે પોતાના શોના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે પ્રેમમાં છે. તેણીએ જણાવ્યું હતું કે, હું ભલે તેમની સાથે એક સંબંધમાં બંધાઈ જવા જઈ રહી હોવ પરંતુ હું હંમેશા તેમને માન આપતી આવી છું અને આવતી રહીશે.
 
આજે હું જે કંઈ પણ છું તેના લીધે જ છું. તેમણે મને કામ કરતા શીખવ્યું છે. હું હંમેશા તેમને સર કહીને જ બોલાવીશ. મેં તેમને નામથી બોલાવવાની ઘણી કોશિશ કરી છે, પણ હું તેમાં સફળ થઈ નથી. મારા જીવનમાં તેમનું ખાસ મહત્ત્વ છે. તેમણે મને જીવનનો હેતુ સમજાવ્યો છે. કદાચ હું તેમને નામથી ક્યારેય બોલાવી શકીશ નહીં તેમ તેણીએ ઉમેર્યું હતું.
 
દીપિકાએ કહ્યું હતું કે રોહિતે તેને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ આપ્યું હતું અને તેને સ્ટાર સાથે કામ કરવામાં સહયોગ આપ્યો હતો.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %