Home» Crime - Disaster» Natural Calamity» Helicopter services for snow cut off lahaul valley in himachal started

હિમાચલમાં માર્ગ વ્યવહાર બંધ

IANS | January 24, 2013, 01:00 PM IST

શિમલા : હિમાચલમાં હિમવર્ષાની અસર હજુ પણ ખતમ થઈ નથી. હિમાચલ પ્રદેશમાં હજુ સુધી મુખ્ય માર્ગો સહિત કુલ 76 માર્ગો બંધ છે. કિન્નૌર, લાહૌલથી માંડીને શિમલામાં બસ સેવા હજુ સુધી શરૂ થઈ શકી નથી. હાલમાં થયેલી હિમવર્ષા પછી કુલ્લુ જિલ્લામાં વીજપુરવઠો અને પાણી પુરવઠો પૂર્વવત્ત થઈ શક્યો નથી. આ ઉપરાંત લાહૌલ-સ્પીતિમાં ફસાયેલા લોકો અને દર્દીઓ માટે સરકારે હેલીકોપ્ટર સેવા શરૂ કરી છે. કુલ્લુથી લાહૌલ સ્પીતિ માટે હેલીકોપ્ટરે ત્રણ ઉડ્ડયન સાથે દર્દીઓ સહિત કુલ 120 લોકોને લિફ્ટ કર્યા હતા.

બીજીતરફ શિમલાના રામપુર ઉપમંડળમાં હિમવર્ષા પછી હવે જનજીવન પૂર્વવત્ત થવા લાગ્યુ છે. શક્ય હોય ત્યાં સુધી બસો મોકલવામાં આવી રહી છે. જો કે રોહડૂમાં 80 ટકા ગ્રામિણ રૂટ હજુ પણ બંધ છે. અહીં બરફમાં ફસાયેલા 1200 લોકોને હજુ સુધી બહાર લાવી શકાયા નથી.

કિન્નૌરમાં પણ લિંક માર્ગ બંધ છે. આ ઉપરાંત અહીં વીજળી તેમજ ટેલિફોન સેવા પણ ઠપ્પ છે.


JD / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %