Home» Business» Comodity» Hapa yard record income

જામનગર: હાપા યાર્ડમાં ઘઉં-ચણા-જીરુંની વિક્રમી આવક

જીજીએન ટીમ દ્રારા | March 22, 2014, 07:01 PM IST

જામનગર :

જામનગર પાસેના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે હાપા યાર્ડમાં હોળાષ્ટક ઉતર્યા બાદથી ખેત ઉત્પાદનથી ઝુંબેશ આવક શરૂ થઇ છે અને દરરોજ રૂપિયા છ થી રૂપિયા આઠ કરોડના મુલ્યની પેદાશના ખરીદ-વેચાણ થાય છે અને ગત વર્ષની સરખામણીએ પચ્ચીસ ટકા જેટલો વધુ ઘસારો છે જે ગત ચોમાસાના મોડા વરસાદની દેની ગણી શકાય છે. તેમાય ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એકંદર યાર્ડના આકડાશાસ્ત્રી ભાવેશ મેતા જણાવ્યા મુજબ મુખ્યત્વે ઘઉં, ચણા, એરંડા, રાયડો, રાય, જીરૂ, અજમા, કપાસ, મરચા, ધાણાની આવકો સારી છે જેમાં ઘઉંનો ભાવ રૂા. ર૯પ થી રૂા. ૩૩૦ સુધી ગણાય તેની રોજની પપ૦૦થી ૬૦૦૦ ગુણીની આવક છે.


જયારે ચણાના ભાવ રૂા. પ૦૦ થી ૬૧પ ગણાય જેની રોજની આવક ર૪૦૦ થી ર૮૦૦ ગુણીની જયારે એરંડાનો ભાવ રૂા. ૭૩૦ થી રૂા. ૭૮૦ ગણાય જેની આવક પ૦૦ થી ૮૦૦ ગુણીની થાય છે. તેવી જ રીતે રાયડાના રૂા. પ૧૦ થી રૂા. પપ૭ ભાવ છે અને રાયના રૂા. ૬પ૦ થી રૂા. ૭૭પ ભાવ છે તેની રોજની ૬૦૦ થી ૮૦૦ ગુણી છે. ર૦ કીલોના ભાવ દર્શાવતી આ ચીજોની એક ગુણીમાં ૮૦ કીલો જથ્થો હોય છે.


એક ગુણીમાં ૬૦ કીલોનો જથ્થો ધરાવતા જીરૂના ભાવ રૂા. ૧ર૦૦ થી રૂા. ૧૮પ૦ ગણાય જેની રોજની ૧૩૦૦ થી ૧૬૦૦ ગુણીની આવક, લસણના રૂા. રપ૦ થી રૂા. પ૨૧ ભાવ સાથે રોજની પ૦૦ થી ૭૦૦ ગુણીની આવક, કપાસની રૂા. ૯પ૦ થી રૂા. ૧૦પ૦ વચ્ચેના ભાવની ર૦૦૦ થી રર૦૦ ગુણી, ધાણાના રૂા. ૧૨૦૦ થી રૂા. ૨૮૦૦ ભાવ સાથે રોજની રપ૦૦ થી ૩૦૦૦ ગુણીની નવા મરચાની નોંધપાત્ર આવક થઇ રહી છે.


જામનગરનું યાર્ડ અજમામાં ભારતમાં પ્રથમ


જામનગર પાસેના આ યાર્ડમાં અમરેલી, જોડિયા અને બારાડી પંથકમાંથી અજમાની આ વખતે દિવાળીથી માંડી અત્યાર સુધી પ૦ હજાર કવીન્ટલની આવક થઇ અને મણનો ભાવ રૂા. ૧પ૦૦ થી રૂા. ૩પ૦૦ સુધીનો રહ્યો હતો. ભારત ભરમાં ત્રણ મુખ્ય યાર્ડના મથક અજમા માટેના પ્રખ્યાત છે જેમાં કવોલીટી વાળો અજમા માટે જામનગરનો દેશભરમાં પ્રથમ ક્રમ છે અહીથી અજમાની ગલ્ફ કન્હીમાં નિકાલ થાય છે.


ધાણાના ભાવ ઘટ્યા


હોળાષ્ટક બાદ ધાણાના ભાવ ઘટયા કેમ કે ધાણા-ધાણીની પણ યાર્ડમાં નોંધપાત્ર આવક થઇ રહી હતી અને હોળીના તહેવારો દરમ્યાન ખુબજ માંગ હતી જેથી રૂા. ૧૨૦૦થી રૂા. ૨૮૦૦ સુધી ભાવ રહ્યો હતો પરંતુ ધાણીની જરૂરીયાત માર્કેટમાં હોળી-ધુળેટી પછી ઘટી હોય આ ઉ.ભારતના ભાવ ઉતર્યા છે.


સિઝન પૂરી થતાં સુધીમાં પ૦૦ થી ૭૦૦ કરોડના ખરીદ-વેચાણ


સામાન્ય રીતે દિવાળી પછીથી ખૂબજ સીઝન સારી રહી હતી અને માત્ર એકલી મગફળીની એકલાખ કવીન્ટલની આવક થવા પામી હતી, તેવી જ રીતે કપાસ, જીરૂ, ચણા, લસણ, ઘઉ જેવા અનેક રોકડીયા પાકની આવક અને તેના ખરીદ વેચાણના કારણે સીઝનના રૂા. પ૦૦ થી રૂા. ૬૦૦ કરોડના ટર્ન ઓવરનો અંદાજ કરવામા આવે છે જોકે યાર્ડમાં તો રૂપીવાઇઝના બદલે જથ્થાની આવક જાવકને મહત્વ અપાય છે તથા રનીંગ ભાવને ધ્યાને લેવાય છે.


AI/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %