4થી ફેબ્રુઆરી, મંગળવારના રોજ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ચોવીસ કલાક કાર્યરત મહિલા હેલ્પ લાઇન સેવા શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઇનનો નંબર 181 છે. આ હેલ્પ લાઇનનું ઉદ્ધાટન મહેલૂસ અને માર્ગ તથા મકાન મંત્રી શ્રીમતી આનંદીબહેનના હસ્તે ગાંધીનગર ટાઉન હોલ ખાતે થયું હતું.
હેલ્પલાઇનના શુભારંભ પ્રસંગે મહિલા બાળ કલ્યાણ, વન પર્યાવરણ મંત્રી, ગણપત સિંહ વસાવા, તથા મહિલા બાળ વનિકાસ વિભાગના સચિવ આઇએએસ અંજુ શર્મા ઉપરાંત અધિક મુખ્ય સચિવ ડો. એસ. કે નંદા પણ હાજર રહ્યાં હતાં
અભયમ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને બચાવ માટે તથા સલાહ સૂચન માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. તેમાં મહિલાઓને તેમની સમસ્યા માટે સાઇકિયાટ્રિસ્ટ દ્વારા કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે.
MP/RP
Reader's Feedback: