લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી દ્રારા દેશભરમાં સભ્ય ઝુંબેશ નોંધણી કાર્યક્રમ શરૂ થવાની સાથે જ વડોદરામાં પણ આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્રારા આ ઝુંબેશને સક્ષળ કરવા માટે પુરજોર કોશિષ કરી રહ્યાં હતાં. તે સાથે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર શોધ અભિયાન માટે જુદા જુદા વિસ્તારમાંથી બાયોડેટા મેળવવામાં આવ્યાં હતા.
અને વડોદરા આમ આદમી પાર્ટી દ્રારા મહિલા કાર્યકર્તાઓની સલામતિ અર્થે ખાસ માર્ગદર્શિકા બનાવાનું આયોજન થવા પામ્યું છે. જે અંતર્ગત મળતી માહિતી મુજબ, વડોદરા આમ આદમી પાર્ટી દ્રારા પાંચ સભ્યોની સમિતિ બનાવામાં આવી છે. આ સમિતિ પાર્ટીની મહિલા કાર્યકર્તાઓને સંબંધિત પ્રશ્નોની તપાસ કરી તેની માર્ગદર્શિકા બનાવશે.
ગુજરાત આમ આદમી પાર્ટીના સેક્રેટરી રાજીવ વર્માએ જણાવ્યું કે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સ્ત્રીઓના માન-સમ્માન અને સલામતીને વધુ મહત્વ આપે છે. પાર્ટીના કાર્યક્રમ તેમજ મીટીંગ દરમ્યાન હાજર રહેતી મહિલા કાર્યકર્તાઓની સમસ્યાઓને સમજીને તે મુજબ યોગ્ય વ્યવસ્થા થાય તે હેતુથી પાંચ સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી છે. આ સમિતિ પાર્ટીના કાર્યક્રમો દરમ્યાન સ્ત્રીઓના માન-સમ્માન અને સલામતીને સંબંધિત પ્રશ્નોની તપાસ કરશે.
MS/RP
Reader's Feedback: