Home» Sports» Cricket» Gautam s new record in ipl

આઇપીએલમાં ગૌતમના નામે અણગમતો 'ગંભીર' વિક્રમ

એજન્સી | April 25, 2014, 01:44 PM IST
gautam s new record in ipl

શારજહાં :
કોલકતા નાઈટ રાઈડરનો કેપ્ટન ગૌતમ ગંભીર આઈપીએલની પ્રથમ મેચમાં જ સચિન તેડુંલકરના સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો વિક્રમ તોડશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ તેનાથી અવળું અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં તે રનનું ખાતું ખોલાવી શક્યો નથી. જેના પરિણામે આઈપીએલમાં સૌથી વધુ શૂન્ય રને આઉટ થવાનો વિક્રમ તેના નામે નોંધાઈ ગયો છે.
 
ગઇકાલે બેંગ્‍લોર અને કોલકતા વચ્‍ચે રમાયેલ મેચમાં ભલે કોલકતાનો વિજય થયો હોય પણ કેપ્‍ટન ગંભીર સતત ત્રીજી વખત ખાતુ ખોલાવ્‍યા વગર આઉટ થતાં તેણે હેટ્રીક સર્જી છે. આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 10 ઝીરો તેના નામે છે અને આ ટૂર્નામેન્‍ટનો નવો વિક્રમ છે. તેણે 9-9 ઝીરો ધરાવતા કાલીસ અને અમિત મિશ્રાને પાછળ રાખી દીધા હતા. હવે જોવાનું એ છે કે આગામી મેચમાં તે વિક્રમની વણઝાર ચાલું રાખે છે કે આ પરંપરાને અહીં જ અટકાવી દે છે. જો તે પરંપરા ચાલુ રાખશે તો ટીમ મેનેજમેન્ટ માટે તેને હટાવીને અન્ય કોઈને કેપટનસીપ સોંપવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %