ગાંધી નિર્વાણ દિને આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અગિયાર વાગે શહેરમાં સાયરન વગાડવામાં આવે છે.પરંતુ આ પ્રણાલીથી સ્કૂલ કે કોલેજના બાળકો તો અજ્ઞાત છે જ અને શહેરીજનોને પણ આ બાબતની ખાસ જાણકારી નથી. એટલે અગિયાર વાગ્યે સાયરન વાગતી રહી, પરંતુ ભાગદોડમાં અટવાયેલા શહેરીજનો મૌન માટે ઉભા રહ્યા ન હોતા. સાયરન વાગવાના સમયે ક્યાંય પણ ટ્રાફિક થંભી ગયો નહોતો કે લોકોએ પણ શહીદ દિવસે મૌન પાળ્યું નહોતું.
આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન એટલે કે શહિદ દિવસ હોવાથી ગૂજરાત વિદ્યાપીઠ, કોચરબા આશ્રમ અને ગાંધી આશ્રમ જેવા ગાંધી સ્મારકોમાં પ્રાર્થનાનું આયોજન થયું હતું. તેમજ વિદ્યાર્થીઓ રેટિયા ઉપર કાંતણ પર કરશે. જોકે દુખઃદ બાબત એ છે કે ગાંધી નિર્વાણ દિને અગિયાર વાગે મૌન માટે વાગતી સાયરનની ભાગ્યે જ કોઈએ નોંધ લીધી છે.
કેટલાક સિનિયર સિટિઝનો અથવા તો આઝાદીના સમય સાથે સંકળાયેલા વુદ્ધોએ અને સરકારી કચેરીમાં અગિયાર વાગ્યે ઉભા થઇને મૌન પાળવામાં આવ્યું હતું.
MP/RP
Reader's Feedback: