Home» Youth» Talent» First google certified teacher

હરિયાણાનો આ ટીચર બન્યો ગૂગલ ગુરુ

Agencies | June 10, 2013, 06:32 PM IST

હરિયાણા :

હરિયાણાના ફતેહાબાદના નરેન્દ્ર ગિલ્હોત્રા નામના શિક્ષક આખા વિશ્વમાં પસંદગીના 750 શિક્ષકોમાં સમાવેશ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે ગૂગલે બાળકોને શિક્ષણ આપવા એખ ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેના માટે નરેન્દ્ર ગિલ્હોત્રાની પસંદગી કરી છે.

હરિયાણાના આ શિક્ષક  આખા વિશ્વમાં બાળકોને ટેકનોલોજીને સહારે શિક્ષણ આપતા ગૂગલ સાથે જોડાયા છે. આઐખા દેશમાં ગૂગલ સર્ટિફાઇડ ટીચર કમ્યુનિટી સાથે જોડાયેલા એકમાત્ર અધ્યાપક છે.

ગૂગલ સર્ટિફાઇડ ટીચર કમ્યુનિટી ગૂગલ તરફથી ચલાવવામાં આવતું અભિયાન છે. જેમાં આખા વિશ્વના 750 શિક્ષક જોડાયેલા છે. જે ઓનલાઇન બાળકોને શિક્ષણ આપશે.

ગૂગલ સાથે જોડાયા બાદ નરેન્દ્ર ગિલહોત્રા તાજેતરમાં જ ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં સહભાગી થયા હતા. પોતાની પસંદગી બાબતે નરેન્દ્રએ જણાવ્યું હતું કે, ગૂગલ સર્ટિફાઇડ ટીચર ક્મ્યુનિટીમાં જોડાવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાં શિક્ષકોએ શિક્ષણમાં નવી ક્રાંતિ લાવવા માટેના પ્રેઝન્ટેશન આપવાના હતા.

આ પ્રેઝન્ટેશનમાં મેં મોટિવેશ તથા લર્નિંગના વિષયમાં એક વિડિયો બનાવીને ગૂગલ એકેડમીને મોકલી આપ્યો હતો. મારી પસંદગી થઇ અને તેમાં મને સિડની બોલાવવામાં આવ્યો તે મારા માટે આનંદની વાત છે. ત્રણ દિવસીય શિબિરમાં હું નવા નવા પ્રયોગો શીખ્યો છું. સાતે સાથે બાળોકને ગૂગલમેપ્સ, યૂ ટૂયબ, કેલેન્ડરની ઉપયોગિતા વિશે માહિતગાર કરવાનું શિક્ષણ મળ્યું.

ગૂગલની આ  શિબિરમાં અમને જણાવવામાં આવ્યું કે, શિક્ષણમાં ગૂગલ એપ્સનો ઉપયોગ કેવી રીતે કરવો અહીં જણાવવામાં આવ્યું હતું કે, વિદેશઓમાં બાળકો પુસ્તકની મદદથી નહી પણ ટેબ, ટેબલેટ અને કમ્પ્યૂટરની મદદથી જ ભણે છે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %