ચિલીનાં ઉત્તરીય ક્ષેત્રમાં 8.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો ઝાટકો અનુભવવામાં આવ્યો છે. ભૂકંપને કારણે નજીકનાં વિસ્તાર પેરુ અને બોલિવિયાની બ્લિડિંગ પણ ધ્રુજી ઉઠી હતી. હાલમાં અહીનાં તટીય વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વિસ્તાર ખાલી કરી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ મામલે અધિકારીયોનું કહેવું છે કે અહીં સુનામી આવી શકે તેવી શક્યતાઓ છે.
આ ભૂકંપ ચિલીનાં ઈક્વિક શહેરનાં 99 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં મોડી રાત્રે સ્થાનિક સમય 8.46 વાગ્યે આવ્યો હતો.અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ (યૂએસજીએસ)ને શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.0 રિક્ટર સ્કેલ ગણાવી હતી જોકે બાદમાં તે 8.2 રિક્ટર સ્કેલ હોવાનું જાણવા મળ્યું હતું.
RP
Reader's Feedback: