Home» Sports» Indoor Games» Dipika pallikal triumphs in macau open squash

દીપિકા મકાઉ ઓપન વિજેતા બની

એજન્સી | October 21, 2013, 02:27 PM IST

મકાઉ : ભારતની ટોપ સ્કવોશ ખેલાડી દીપિકા પલ્લીકલે પૂર્વ ટોચ ખેલાડી ઓસ્ટ્રેલિયન રાશેલ ગ્રિન્હામને હરાવીને મકાઉ ઓપન ટાઇટલમાં વિજેતા બની હતી. દીપિકાનું આ 7મું વિમેન્સ સ્કવોશ સંઘ (ડબલ્યુએસએ) ટાઇટલ છે.

ભારતની 22 વર્ષીય દીપિકાએ રવિવારે તેનું શાનદાર ફોર્મ દર્શાવતા સેમિફાઇનલમાં રાશેલની નાની બહેન અને પૂર્વ બીજા નંબરની ખેલાડી નતાલીને હાર આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

અહી રમાયેલ ફાઇનલમાં દીપિકા અને રાશેલ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. દીપિકાએ 42 મીનીટ ચાલેલી મેચમાં રાશેલને પરાજય આપ્યો હતો. મેચમાં વિજેતા બન્યા બાદ દીપિકાએ જણાવ્યું કે મારી મહેનતના કારણે હું સફળ થઇ છું. સેમિફાઇનલમાં નતાલીને હરાવ્યા બાદ મારો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો. તે સર્કિટમાં સૌથી અનુભવી ખેલાડી હતી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %