મહેસાણાના પ્રતિભાશાળી ચેસ પ્લેયર અંકિત રાજપરાએ કારકિર્દીમાં સફળતાનું વધુ એક છોગું ઉમેરી દીધું છે. ગયા સપ્તાહે ફ્રાન્સમાં પૂરી થયેલી કાન્સ ઓપન ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાની સાથે જ અંકિત રાજપરાએ ગ્રાન્ડમાસ્ટર તરીકેનું નોર્મ મેળવ્યું છે. અંકિત ગ્રાન્ડમાસ્ટર બનનારો ગુજરાતનો માત્ર બીજો ચેસ પ્લેયર છે.
ગુજરાતમાંથી અગાઉ તેજસ બાકરે ગ્રાન્ડમાસ્ટર બની ચૂક્યો છે. આ ટાઇટલ જીતતા અંકિતના ૨૫૦૬ નોર્મ્સ પૂરા થઇ ગયા છે. ગ્રાન્ડમાસ્ટર બનવા માટે ૨૫૦૦ નોર્મ્સ જરૃરી હોય છે. કાન્સ ઓપનમાં અંકિત સાથે ૧૯ ગ્રાન્ડમાસ્ટરે પણ ભાગ લીધો હતો. અંકિતે બે સપ્તાહ અગાઉ ઓસ્ટ્રિયા ઓપનમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ૧૯ વર્ષીય અંકિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સહીત કુલ ૧૯૨ ટુર્નામેન્ટમાં ભાગ લઇ ચૂક્યો છે.
આ પૈકી ૨૧ વખત વિવિધ વયજૂથમાં સ્ટેટ ચેમ્પિયન, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ વાર અને વર્લ્ડ ગેમ્સમાં એકવાર મેડલ જીતવામાં સફળ રહ્યો છે.
હાલ બીકોમમાં અભ્યાસ કરતો અંકિત નિયમિત આઠ કલાક પ્રેક્ટિસ પાછળ સમય ફાળવે છે. અંકિત ધોરણ ૧૦, ૧૨ અને બીકોમમાં ૮૦ ટકા કરતાં વધુ લાવવામાં પણ સફળ રહ્યો છે.
MP/RP
Reader's Feedback: