Home» India» India Politics» Decline in economic growth biggest failure of economist pm says bjp

'અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી'ની મોટી નિષ્ફળતા: ભાજપ

Agencies | May 31, 2013, 03:35 PM IST

નવી દિલ્હી :

ભાજપે વૃદ્ધિ દર ઘટવા માટે યુપીએના કથિત 'ગેરવહીવટ'ને જવાબદાર ઠેરાવ્યો અને કહ્યું કે આ એક અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રીની સૌથી મોટી નિષ્ફળતા છે.

ભાજપનાં પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું કે અયોગ્ય સંચાલન, કુશાસન અને શાસન અભાવના પરિણામ નિરાશાજનક વૃદ્ધિદરના રૂપમાં આપણાં સામે આવી ચૂક્યાં છે. અર્થવ્યવસ્થાના સંચાલન કરવામાં અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રીની સૌથી મોટી નિષ્ફળતા છે. કૃષિ, મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ ક્ષેત્રોમાં ખરાબ પ્રદર્શનને કારણે આર્થિક વિકાસ જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં 4.8 ટકા સુધી ધીમો થઇ ગયો અને 2012-13ના પૂરા વર્ષ માટે એક દાયકામાં સૌથી ઓછા 5 ટકા પર આવી પહોંચ્યો છે.

જાવડેકરે કહ્યું કે અટલ બિહારી વાજપેયી સરકારે 1998માં 4.5 ટકાની વૃદ્ધિ દરથી શરૂઆત કરીને 2004માં તેને 8.5 ટકા સુધી પહોંચાડ્યો હતો.  બીજી બાજુ યુપીએ સરકારે 8 ટકાથી વધુ દરના આધારથી શરૂઆત કરી, પરંતુ આજે ગ્રોથ રેટ ઘટને 5 ટકા સુધીનાં નિમ્ત સ્તરે પહોંચ્યો છે.

YS/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %