Home» Crime - Disaster» Natural Calamity» Death toll from pakistan earthquake rise to 217

પાક.માં વિનાશકારી ભૂંકપમાં 217ના મોત

એજન્સી | September 25, 2013, 12:52 PM IST

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલા ભૂંકપથી જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. 7.8 તીવ્રતાના આવેલા ભૂંકપને કારણે બલૂચિસ્તાનના અવારાન જિલ્લામાં 217 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ઘાયલોની સંખ્યામાં પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ  વિસ્તારમાં લગભગ 30 ટકાથી પણ વધુ ઘરોને નુકસાન થયું છે. મૃત્યનો આંક હજી પણ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

આ ભયાનક આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશને કારણે પાકિસ્તાનના ગ્વાદર તટ પર એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. ભૂંકપના આવ્યા બાદ ગ્વાદર કિનારા પાસે 350 ફુટ દુર સમુદ્રમાં એક ટાપૂ બહાર આવ્યો છે. આ ટાપૂનું ક્ષેત્રફળ અંદાજે 40 સ્કેવર ફીટ બતાવવામાં આવી રહ્યું છે.

7.8 તીવ્રતાના આવેલા  ભૂંકપથી સૌથી વધુ અવારાન જિલ્લામાં નુકસાનની ભીતી જોવા મળી છે. ભૂંકપથી થયેલી તારાજીથી લોકો હજી પણ ભયભીત જોવા મળી રહ્યાં છે. ભૂંકપથી થયેલા મકાનોના પડી ગયા બાદ કાટમાળને ખસેડવાની કામગીરી ચાલુ છે. જેના કારણે મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %