ગુજરાત સરકારનું સરનામું બદલાઇ ગયું છે. અલબત્ત, શહેર એ જ છે, સંકુલ પણ એ જ છે પરંતુ માત્ર બિલ્ડિંગ કે ઇમારત બદલાઇ ગઇ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે જ્યાં તેઓ પોતે અને કેબિનેટકક્ષાના મંત્રીઓ બેસવાના છે તે ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ નવી ઇમારતને સ્વર્ણિમ સંકુલ-1 એવું નામ આપવામાં આવ્યું છે. બંદરો અને પરિવહન વિભાગના ચોથા વર્ગના કર્મચારી એસ. વી. ડામોરના હસ્તે દ્વીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જ્યારે તખ્તી અનાવરણ મોદીના હસ્તે થયું હતું. આ પ્રસંગે તમામ મંત્રીઓ, તમામ સચિવો અને મીડિયા હાજર હતું.
નાણામંત્રી અને પ્રવક્તા નીતિન પટેલે સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે પોતાની નવી ચેમ્બરમાં પત્રકારો સાથેની ઔપચારિક વાતચીતમાં નવી ઇમારત બનાવવાની કેમ જરૂર પડી તેના કારણો સમજાવતાં કહ્યું હતું કે 1લી મે 1960ના રોજ અલગ ગુજરાત બન્યું ત્યારે સચિવાલય અને વિધાનસભા અમદાવાદમાં હતી. ત્યારબાદ નવા પાટનગર તરીકે ગાંધીનગર વસાવવામાં આવ્યું. પ્રારંભમાં સેકટર-17માં સચિવાલય અને વિધાનસભા હતી. ત્યારબાદ 1972માં નવું સચિવાલય અને નવી વિધાનસભા ઇમારત તૈયાર કરવામાં આવી. અલગ ગુજરાત થયું ત્યારે તે વખતે વસ્તી 3 કરોડની હતી. આજે ગુજરાતની વસ્તી 6 કરોડ કરતાં વધારે છે. સરકારની કામગીરીમાં વધારો થયો છે. કર્મચારીઓ વધ્યા છે. નવા વિભાગો વધ્યા છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ ગુજરાત વખતે નવું સંકુલ બનાવવાની જાહેરાત કરી હતી તે અનુસાર વિધાનસભા ભવનની બંને તરફ સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલ-2 બનાવવામાં આવ્યાં છે જેમાં સ્વર્ણિમ સંકુલ-1 તૈયાર થઇ ગયું છે અને આજે મુખ્યમંત્રી દ્વારા તેનું વિધિવત્ ઉદઘાટન કરવામાં આવ્યું છે.
તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે રૂ. 150 કરોડના ખર્ચે સ્વર્ણિમ સંકુલ બન્યાં છે. સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રી, કેબિનેટકક્ષાના મંત્રીઓ બેસશે. કેબિનેટ ખંડ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. સંકુલ-2 કે જે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે તેમાં રાજ્યકક્ષાના મંત્રીઓ અને અન્ય અધિકારીગણ બેસશે. નવા સ્વર્ણિમ સંકુલ-1માં ગ્રીન હાઉસ અભિગમ અપનાવવામાં આવ્યો છે. કુદરતી હવા, ઉજાસ વધુમાં વધુ મળે તે પ્રમાણેની બાંધણી તૈયાર કરવામાં આવી છે. દરેક મંત્રીઓને જૂની ચેમ્બર કરતાં વધુ મોકળાશવાળી ચેમ્બર અને મુલાકાતીઓને બેસવા માટે વધુ સારી સુવિધા પૂરી પાડવામાં આવી છે. મંત્રીઓ પોતાની ચેમ્બરમાં જ અધિકારીઓ સાથે મિનિ કોન્ફરન્સ કરી શકે તેવી અતિ આધુનિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંત્રીઓના વિશાળ ચેમ્બરમાં અને એન્ટી ચેમ્બરમાં એલઇડી, એલસીડી દીવાલ ટીવી મૂકવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે સ્મોક સેન્સર દરેક ચેમ્બરમાં અને દરેક સ્થળે મૂકવામાં આવેલ છે. જેથી આગ લાગવા જેવી કોઈ ઘટના બને કે તરત જ તેમાંથી આપમેળે પાણીનો મારો શરૂ થઈ જાય.
તેમણે કહ્યું કે સમૃદ્ધ ગુજરાતને અનુરૂપ આ નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં જ્યાં મુખ્યમંત્રી અને મંત્રીઓ બેસે છે તે નવા સચિવાલયમાં ત્યારબાદ કયા કક્ષાના અધિકારીઓને બેસાડવા તેની વિચારણા કરવામાં આવશે. ફાયર સેફ્ટી, એનઓસી, બાંધકામ પ્લાન વગેરે મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કોઈ હાઇરાઇઝ બિલ્ડિંગ નથી પરંતુ એટલું ખરું કે જગ્યાની દ્રષ્ટિએ વિશાળ છે. ભોયતળિયા સાથે પાંચ માળની બિલ્ડિંગ છે. દરેક માળમાં રિસેપ્શન સેન્ટર બનાવવામાં આવ્યાં છે અને સુરક્ષાની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઇમારત કોઈ સરકારની માલિકીની નથી પરંતુ ગુજરાતની પ્રજા તેની માલિક છે. નવા સચિવાલયમાં જે રીતે પ્રજા મુખ્યમંત્રી અને મંત્રીઓને મળે છે એ જ રીતે સ્વર્ણિમ સંકુલ-1માં પણ મુખ્યમંત્રી અને મંત્રીઓ પ્રજાને સહેલાઇથી મળી શકશે. એક અખબારે એવો ઉલ્લેખ કર્યો હતો સંપૂર્ણ બિલ્ડિંગ બુલેટપ્રૂફ છે પરંતુ વાસ્તવમાં બુલેટપ્રૂફ નથી. એક સરકારી ઇમારતમાં સુરક્ષાની જે વ્યવસ્થા હોવી જોઈએ એવી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
PG / DT / YS
સરકારનું નવું સરનામું સ્વર્ણિમ સંકુલ-1....
અમદાવાદ :
Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.98 % |
નાં. હારી જશે. | 20.38 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: