(ફાઇલ ફોટો)
નવી દિલ્હી : કેન્દ્રએ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં મહિલાઓ માટે એક રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય ખોલવાનો નિર્ણય કર્યો છે. માત્ર મહિલાઓ માટે આ દેશનું પ્રથમ વિશ્વવિદ્યાલય હશે. વિશ્વવિદ્યાલયનું નામ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નામ પરથી રાખવામાં આવશે.વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળન બેઠકમાં આ આશયના પ્રસ્તાવને મજૂરી મળી ગઈ છે. માહિતી અને પ્રસારણમંત્રી મનીષ તિવારીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મહિલા વિશ્વવિદ્યાલય વિધેયક 2013ને સંસદના આગામી ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
આ વિધેયક પસાર થયા પછી વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે કદમ ઉઠાવવામાં આવશે. આ વિશ્વવિદ્યાલય માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
JD/DT
Reader's Feedback: