Home» Business» International Trade» Brics bank could become future world bank goldman sachs

બ્રિક્સ બેન્ક બની શકે છે વિશ્વબેન્ક

Agencies | March 28, 2013, 04:16 PM IST

બેઇજિંગ :

ગોલ્ડમૅન સાક્સ એસેટ મેનેજમેન્ટના ચેરમેન જિમ ઓ નીલે જણાવ્યું કે બ્રિક્સ ડેવલપમેન્ટ બેન્ક વિકસતાં દેશોના પ્રભાવને કારણે ભવિષ્યમાં વિશ્વ બેન્ક બની શકે છે. જિમ ઓ નીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ' હકીકતમાં જો બ્રિક્સ બેન્કની જાહેરાત થશે તો આ એક એવી સંસ્થાની શરૂઆત હશે કે જે પોતાની જબરદસ્ત અસરને કારણે વિશ્વબેન્ક બની શકે છે '.

તેમણે જણાવ્યું હતું કે આ બેન્ક બ્રિક્સના (બ્રાઝીલ, રશિયા, ભારત, ચાઇના અને દક્ષિણ આફ્રિકા) દેશોના વ્યાપારને પ્રોત્સાહન માટે મદદરૂપ થઈ શકે છે. નવા સમૂહની આર્થિક પ્રાપ્તિઓ રાજકીય સિદ્ધિઓ કરતાં ખૂબ જ મોટી છે.

જિમ ઓ નીલે જણાવ્યું કે બ્રિક્સ દેશોની પ્રાપ્તિઓ નોંધપાત્ર રહી છે. વર્ષ 2011 માં પોતાના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)માં 2,300 અબજ ડોલરનો વધારો થયો હતો, જે ઇટાલીના જીડીપી સમકક્ષ છે.

ઓ નીલે કહ્યું કે, 'નજીકના ભવિષ્યમાં વર્ષ 2015 સુધી બ્રિક્સ દેશોની અર્થવ્યવસ્થાઓનો વિસ્તાર અમેરિકાની બરાબર થઇ જશે અને વર્ષ 2027 સુધી આ અર્થવ્યવસ્થાઓ ગ્રૂપ - 7 ના દેશો બરાબર થઇ જશે.

તેમણે જણાવ્યું હતું કે આ દુનિયામાં બધું જ પરિવર્તનની દિશામાં આગળ વધે છે. આ ઉપરાંત વૈશ્વિક વેપારની રીતભાત અને આર્થિક બાબતો એમ બધું જ બદલાઇ રહ્યું છે.


YS / JD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %