Home» Crime - Disaster» Crime» Bhatkal to get all the instructions

ભટકલની સુવિધાઓ પર તિહાડ જેલને નોટિસ

Agencies | April 30, 2014, 01:02 PM IST

નવી દિલ્હી :

રાષ્ટ્રની રાજધાનીમાં એક અદાલતને તિહાડ જેલના અધિકારીઓને ઈન્ડિયન મુજાહિદ્દીનના કો-ફાઉન્ડર યાસીન ભટકલને સારી સુવિધાઓ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભટકલે અદાલતની સામે અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેમની સાથે પશુઓ કરતા પણ વધારે ખરાબ વ્યવ્હાર કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પટિયાલા હાઉસમાં અદાલતના જિલ્લા જ્જ આઈ એસ મહેતાએ તિહાડ જેલના અધીક્ષકને નોટિસ જાહેર કરીને પોતાની જવાબ આપવાનું કહ્યું છે.

એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવેલ કેસમાં બંધ બારણે કરવામાં આવેલી સુનાવણી દરમ્યાન ભટકલ અને તેમના સાથી અસદુલ્લા અખ્તરે અદાલતની સામે રજૂ કરવામાં આવ્યા. ભટકલ, અખ્તર, મંજર ઈમામ અ યૂ અહેમદ પર દેશના વિભિન્ના હિસ્સાઓમાં આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર ઘડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ભટકલના વકીલ એમ.એસ.ખાને અદાલતને કહ્યું કે આરોપીની સાથે જેલમાં પશુ કરતા પણ વધારે ખરાબ વ્યવ્હાર કરવામાં આવે છે. તેમને જેલમાં એવા રૂમમાં રાખવામાં આવ્યા છે કે, જેમાં શૌચાલયની પણ વ્યવસ્થા નથી. જરૂરી હોય તેટલું ભોજન પણ નથી આપવામાં આવી રહ્યું, અને ના તો તેમને ખુલ્લી હવા અને પ્રકાશ પણ નથી આપવામાં આવી રહ્યો.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %