વર્ષ 2008માં નવેમ્બર મહિનાની 26 તારીખે આતંકી હુમલો થયો હતો.જેમાં આતંકીઓ દ્રારા મુંબઈમાં વિવિધ ઠેકાણે ખુલ્લેઆમ ગોળીબારી કરવામાં આવી હતી. તેવી જ દહેશત ફેલાવાનો પ્રયાસ દિલ્હીમાં થનારો હોવાની ચેતવણી ગુપ્તચર તંત્રના અહેવાલ આપી છે. 31મી ડિસેમ્બરે સીઆઈએસએફ (CISF)ને આપવનામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છેકે 10મી જાન્યુઆરી વર્ષ 2014 સુધી મેટ્રો ટ્રેનને આતંકીઓ નિશાન બનાવી શકે છે.
જોકે ગુપ્તચર સંસ્થાની આ ચેતવણી બાદ સીઆઈએસએફે મેટ્રોની સુરક્ષા વધારી દીધી છે. મુસાફરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહીદ્દીન તેમનો આતંકી યાસીન ભટકલને છોડવા માટે આ દહેશત ફેલાવી શકે છે. ગુપ્તચર સંસ્થા દ્રારા મળેલી ચેતવણી બાદ સીઆઈએસએફે જવાની સંખ્યામાં વધારો કર્યો છે તે સાથે ડ્યુટી સમય પણ વધારી દીધો છે.
RP
Reader's Feedback: