Home» Education» Vocational Education» Banking expansion to create up to 20 lakh new jobs experts

બેરોજગારો આનંદો... બેંકિંગ સેક્ટરમાં 20 લાખને નોકરી મળશે

એજન્સી | February 10, 2014, 06:11 PM IST

મુંબઈ :
બેંકિંગ ક્ષેત્રમાં આગામી 5 થી 10 વર્ષમાં 20 લાખ જેટલી નોકરીની તકો સર્જાશે. નિષ્ણાંતોનું કહેવું છે કે નવા બેંક લાયસન્સ મળતાં તથા રિઝર્વ બેંક અને સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં નાણાંકીય સેવાઓ પહોંચાડવાના પ્રયાસ રૂપે બેંકિંગ ક્ષેત્રમાં રોજગાર વધશે. એક નોંધનીય વાત એ છે કે જાહેરક્ષેત્રની બેંકોમાંથી લગભગ 50 ટકા કર્મચારીઓ આગામી થોડા વર્ષોમાં નિવૃ્ત્ત થશે. જેના કારણે બેંકોમાં નવી પ્રતિભાઓની જરૂર પડશે. 
 
એચઆર સેવા આપતી કંપની રેડસ્ટેન્ડ ઈન્ડિયા પ્રમાણે બેંકિંગ ક્ષેત્રમાં આગામી દશકમાં 7થી 10 લાખ નોકરીઓ ઉભી થશે. 2014માં સૌથી વધુ નોકરી આપનારું વર્ષ હશે. મણિપાલ એકેડમી ઓફ બેંકિંગનું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં બેંકિંગ ક્ષેત્રમાં 18થી 20 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. નિષ્ણાંતોનું માનવું છે કે બેંકિંગ ક્ષેત્રના વિકાસથી જ્યાં પ્રત્યક્ષ રોજગાર પેદા થશે સાથે જ તેની સાથે સંકળાયેલા વિવિધ ક્ષેતત્રોમાં પણ રોજગારીનું સર્જન થશે. 
 
રેડસ્ટેન્ડના જણાવ્યા મુજબ મોટાભાગની નોકરીઓ જાહેરક્ષેત્રની બેંકોમાં જ મળશે. આ બેંકોમાં આગામી થોડા જ વર્ષમાં 5 થી 7 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. જાહેરક્ષેત્રપની બેંકોમાં વયમર્યાદાના કારણે નિમ્ન તથા મધ્યમ સ્તરે લગભગ 50 ટકા કર્મચારીઓ સેવામાંથી નિવૃત્ત થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 2014ના પહેલા છ માસમાં બેંકોને નવા લાયસન્સ આપવામાં આવી શકે છે. જેનાથી ભવિષ્યમાં બેંકિંગ ક્ષેત્રમાં  રોજગારી મળવાના ચાન્સ ઉજળા છે. 
 
મણિપાલ એકેજમી ઓફ બેંકિંગ પ્રમાણે ગત વર્ષે જાહેર તથા ખાનગી ક્ષેત્રની બેંકોંમાં નોકરીઓ માટે ચાર લાખ લોકોએ અરજી કરી હતી. જે પૈકી જાહેરક્ષેત્રની બેંકોએ આમાં 60,000થી 70,000 નોકરી આપી હતી, જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકે 40,000 નોકરી આપી હતી.
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %