Home» Religion» Religion and Spiritual» Bagrangdal protests over temple demolished in pakistan

પાકિસ્તાનમાં મંદિર તૂટતાં બજરંગદળ ઉશ્કેરાયું

એજન્સી | March 19, 2014, 05:08 PM IST

કઠુઆ :
પાકિસ્તાનમાં મંદિરો તોડવાની હિંદુઓ દ્વારા અસંખ્ય ફરિયાદ કરવામાં આવ્યા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતાં બજરંગદળના કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા હતા.
 
પારલીવંડમાં એકઠા થયેલા કાર્યકર્તાઓએ સરકાર વિરોધી નારાબાજી કરીને કહ્યું હતું કે, પાડોશી દેશમાં મંદિરોને તોડવામાં આવી રહ્યા છે. ત્યાંની સરકાર પણ હિન્દુઓને સુરક્ષા આપી શકતી નથી. ભારત સરકારે આ અંગે વાત કરવા પગલું ભરવું જોઈએ.
 
વિરોધ કરી રહેલા જૂથનું નેતૃત્વ કરી રહેલા બજરંગદળના જિલ્લા સંયોજક સંજયે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મંદિરોને નિશાન બનાવીને તોડવામાં આવી રહ્યા છે. ન તો ત્યાંની સરકાર કે અહીંની ભારત સરકાર આ અંગે કાર્યવાહી કરવા આગળ આવી રહી છે. હિન્દુઓને ખોટી રીતે રંઝાડવામાં આવે છે.
 
તેમણે કહ્યું હતું કે, ભારતમાં આ પ્રકારના કેસમાં સરકાર સખત કાર્યવાહી કરવા પર ભાર મૂકે છે, પરંતુ વાત જ્યારે પાડોશી દેશની આવે છે ત્યારે ચૂપ થઈ જાય છે. આ અંગે અરુણ કુમારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર પાડોશી રાષ્ટ્રો પર આવા કેસમાં કોઈ કાર્યવાહી કરવાનું દબાણ બનાવી શકશે નહીં ત્યાં સુધી કાર્યવાહી કરાશે નહીં.
પાકિસ્તાન તરફથી થઈ રહેવા આવી હરકત ભારત સરકારની નબળાઈ દર્શાવે છે. ભારત સરકારે પાકિસ્તાન પર દબાણ કરીને કાર્યવાહી કરવી જોઈએ.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %