Home» Youth» Talent» Anand shooters won in national shooting championship

ગુજરાત સહિત આણંદ માટે ગૌરવની વાત

રાકેશ પંચાલ | January 04, 2013, 04:22 PM IST

ખેડા : નવી દિલ્હી ખાતે યોજાયેલી 56મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં ચાર મેડલ આણંદ જિલ્લાના શૂટર્સે જીતીને આણંદનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશીપમાં દેશભરમાંથી શૂટર્સે ભાગ લીધો હતો.

ડિસેમ્બર મહિનામાં ડૉ. કરનીસિંહ શૂટીંગ રેન્જ ખાતે યોજાયેલ આ 56મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં દેશભરમાંથી કુલ 2300થી વધુ શૂટર્સે ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યની ટીમમાંથી આણંદ જિલ્લા રાયફલ એસોસિયેશનના રાયફલ અને પિસ્તોલ શૂટર્સે પણ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો.

આ શૂટીંગ ચેમ્પિયનશીપમાં નવ મેડલ ગુજરાતના શૂટર્સને ફાળે ગયા છે. જેમાંથી ચાર મેડલ આણંદ જિલ્લાના શૂટર્સે જીત્યા છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા લજ્જા ગોસ્વામી બે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. લજ્જા ઓપન કેટેગરી ગર્લ્સમાં 50 મિ. પોઈન્ટ ટ્વેન્ટી ટુ રાઈફલ પ્રોનમાં 588  તથા બીજો મેડલ પોઝિશનિંગ 578 સ્કોર કરીને જીત મેળવવામાં સફળ રહી છે.

બ્રહ્મા ગોસ્વામીએ 50 મીટર થ્રી પોઝિશનિંગ ઓપન કેટેગરી જુનિયરમાં 1128 પોઈન્ટ મેળવી સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે સિનિયર પિસ્તોલ શૂટર રોહિત પંચાલે 22 રેપિડ ફાયર પિસ્તોલ સિવિલયન કેટેગરીની ટીમમાં 600માંથી 541 સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

અમદાવાદ ખાતે આવેલી ખાનુપર રાઈફલ ક્લબના કોચ વિરેન ભટ્ટે જીજીએન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય. દર વર્ષે યોજાતી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતને બે કે ત્રણ જ મેડલ જીતવામાં સફળતા મળી છે. પરંતુ વર્ષ 2012માં ગુજરાતને  નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ વખત નવ જેટલા મેડલ જીતવામાં સફળતા મળી છે. જેમાં આણંદ જિલ્લાનો ફાળો ગૌરવ સમાન છે.

જ્યારે નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં વર્ષ 2000થી ભાગ લઈ રહેલા અને પાંચ વખત બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલા અતુલભાઈ બારોટે જણાવ્યું, ‘આ વખતે મેં 517ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યુ છે. તો સાથે જુનિયર કેટેગરીમાંથી મારા પુત્ર ઋષિરાજ બારોટને પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં અમને બન્નેને એક સાથે વર્ષ 2012ની 56મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાંથી  બ્રોન્ઝ મેડલ મળતાં આ ચેમ્પિયનશીપ યાદગાર બની ગઈ છે.’

RP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %