13મી ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાજદૂત નૈન્સી પોવેલ વચ્ચે મુલાકાત થવા જઈ રહી છે. જેને લઈને અનેક અટકળો થઈ રહી હતી. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ભારતમાં વધેલી લોકપ્રિયતાને ધ્યાને રાખીને અમેરિકા નરમ પડ્યું હોય અને જે કારણોસર ગુજરાતના મુખ્યમંત્રીને વિઝા આપવા સંદર્ભ કોઈ નિવેડો લાવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ અમેરિક તરફથી મુલાકાત પહેલા તેમના મોદી તરફન વલણને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.
અમેરિકાની વિદેશ મંત્રાલય પ્રવક્તા જેન સાકીએ પોતાની દૈનિક પ્રેસ બ્રિફીંગમાં કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ વિઝામાં આવેદન કરે છે. ત્યારે તેના આવેદનની સમીક્ષા અમેરિકી કાનૂન અને નીતિ પ્રમાણે જ કરવામાં આવે છે. અને ભારતમાં અમેરિકી રાજદૂત નૈન્સી પોવેલની ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે થનારી મુલાકાત કોઈ બદલાવનું પરિણામ નથી.
ઉલ્લેખનીય છેકે અમેરિકી પ્રશાસને વર્ષ 2005માં નરેન્દ્ર મોદીના વિઝા વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડને ધ્યાને રાખીને રદ્દ કર્યા હતા. આ ઉપરાંત ગત વર્ષે અમેરિકી વિશ્વવિધાલયમાં ભાષણ આપવા જઈ રહેલા નરેન્દ્ર મોદીને વિઝા આપવા સંદર્ભે મનાઈ ફરમાવી હતી.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અગાઉ નૈન્સી પોવેલ અને નરેન્દ્ર મોદીની મુલાકાતની પુષ્ટિ કરતી વખતે મુલાકાત સંદર્ભે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને તે માટે અગ્રણી રાજનીતિક અને કારોબારી નેતાઓ સુધી પહોંચી માટે પ્રયાસો થઈ રહ્યાં હતા. છેલ્લા અનેક સપ્તાહથી અહીંના પ્રભાવશાળી વિચાર સમૂહો દ્રારા અનેક સાવર્જનિક બેઠકો થઈ હતી. જેમાં અંતે તારણ આવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપ જીતની દિશામાં આગળ વધી રહી છે.
RP
Reader's Feedback: