Home» Sports» Olympic» Aiba suspends indian boxing federation

ભારતીય બોક્સિંગ સંઘ સસ્પેન્ડ કરાયો

એજન્સી | December 07, 2012, 11:01 AM IST

નવી દિલ્હી :

ભારતીય ખેલાડીઓને વધુ એકવાર ઝટકો સહન કરવો પડ્યો છે. ઓલિમ્પિક સંઘ એસોસિયેશન પછી હવે બોક્સિંગની આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈબીએ હવે ભારતીય બોક્સિંગ સંઘને સસ્પેન્ડ કર્યો છે. બોક્સિંગ આંતરરાષ્ટ્રીય સંસ્થાને એવી શંકા છે કે સંઘની ચૂંટણીમાં ગોટાળો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ આઈઓસીએ ભારતીય ઓલિમ્પિક સંઘને સસ્પેન્ડ કરી દીધો હતો. ભારતીય બોક્સિંગ સંઘની ચૂંટણી સપ્ટેમ્બરમાં જ કરવામાં આવી હતી. બોક્સિંગ સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વિઝર્લેન્ડમાં થયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ભારતીય ઓલિમ્પિકસ સંઘ પર પ્રતિબંધ બાદ એઆઈબીએ એટલે કે ઇન્ટરનેશનલ એમેચ્યૌર બોક્સિંગ એસોસિયેશનને બોક્સિંગ ફેડરેશન પર રોક લગાવી છે. અભિષેક માતોરિયા ઇન્ડિયન એમૌચ્યૌર બોક્સિંગ ફેટરેશનના વર્તમાન અધ્યક્ષ છે. જેઓ રાજસ્થાનના ધારાસભ્ય છે. આ સમાચાર અંગે તીખી પ્રતિક્રિયા આપતાં બોક્સર વિજેન્દરસિંહે કહ્યું હતું રમત માટે આ ખોટા સમાચાર છે જેનાથી ખેલાડીઓનું મનોબળ તૂટી જાય છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %