બોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી આયશા ટાકિયાએ આજે પોતાના સસરા અને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના નિવેદન પર સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ ટ્વિટર પોતાનો પક્ષ મૂક્યો છે. આયશા ટાકિયાએ લખ્યું છેકે મારા સસરાએ જે કહ્યું છેકે અને તે સાચું છે તો તેના બદલ હું અને ફરહાન આઝમી શરમિંદગી અનુભવી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છેકે સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે બળાત્કાર માટે ફાંસની સજા આપવી અયોગ્ય છે. છોકરાઓથી ભુલો થતી હોય છે. સપા પ્રમુખના નિવેદન બાદ તેની ઉપર પ્રતિક્રિયા આપતાં સપા નેતા અને આયશા ટાકિયાના સસરા અબુ આઝમીએ કહ્યું હતું કે ઈસ્લામમાં બળાત્કારની સજા મોત છે. પરંતુ અહીં પુરૂષોને સજા આપવામાં આવે છે. મહિલાઓને આપવામાં આવતી નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે બળાત્કારીઓની સાથે મહિલાઓને પણ ફાંસીની સજા આપવી જોઈએ. જે પોતાની મરજીથી જાતીય સંબંધ બાંધે છે.
RP
Reader's Feedback: