ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબ દિલ્હીથી ખાસ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના દર્શન-આશીર્વાદ માટે બાપ્સ વિદ્યામંદિર, સારંગપુરની મુલાકાતે પધાર્યા હતાં. ગત રોજ પધારેલા મિસાઈલ મેન અબ્દુલ કલામ બપોરે અઢી વાગ્યાની આસપાસ સારંગપુર મંદિર ખાતે પહોંચ્યા હતા.
આ નિમિત્તે એક વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું. જેમાં બાળકો અને સંતો સાથે પ્રશ્નોત્તરી થઈ હતી. જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને પૂછવામાં આવ્યું કે ‘‘અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ આપ પ્રમુખસ્વામી મહારાજના ક્યાં ગુણથી આકર્ષિત થઈને દર્શને પધાર્યાં?''.
તેના જવાબમાં મિસાઈલ મેન અબ્દુલ કલામે કહ્યું કે “પ્રમુખસ્વામી એ મહાપ્રમુખસ્વામી છે. ભારતની ઉન્નતિ એ એમનાં માર્ગદર્શન હેઠળ જ શક્ય છે. મારું સ્વપ્ન ભારતને ૨૦૨૦ સુધીમાં વિકસીત દેશ બનાવવાનો છે એ માટે મારે એક લાખ જેટલાં નૈતિક અને સંસ્કારયુક્ત બાળકો,યુવાનોની જરૂર છે જે મને વિશ્વાસ છે કે પ્રમુખસ્વામી મહારાજ જ આપી શકશે.''
RP
Reader's Feedback: