Home» Social Media » Tweeter Tweets» Aam aadmi party beats bjp on social media twitter

સોશિયલ મીડિયા ટ્વિટર પર ભાજપને હરાવતું આપ

એજન્સી | March 27, 2014, 04:36 PM IST

મુંબઈ :
સોશિયલ મીડિયાની અગ્રણી કંપની ટ્વિટર પર આમ આદમી પાર્ટીએ ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં જ અન્ય પક્ષોને પછડાટ આપી છે. તમે બીજું કંઈ વિચારો તે પહેલાં જ કહી દઈએ કે ટ્વિટર મામલે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ બાજી મારી લીધી છે.
 
ટ્વિટર પર આમ આદમી પાર્ટીના પાંચ લાખ, ભારતીય જનતા પાર્ટીના ચાર લાખ તથા કોંગ્રેસના એક લાખ ફોલોએર છે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજકીય પક્ષો પૈકી આમ આદમી પાર્ટીના ફોલોઅરની સંખ્યા સૌથી વધારે છે.
 
ટ્વિટર ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં સકારાત્મક કોમેન્ટ હોય છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સંબંધિત 33 ટકા કોમેન્ટ મુખ્ય હોય છે, જ્યારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે 50 ટકા કોમેન્ટ હોય છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું કોઈ સત્તાવાર રીતે ટ્વિટર એકાઉન્ટ નથી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %