Home» International» Rest of The World» 42 die in clashes in egypt

ઈજિપ્તઃ સંઘર્ષમાં 42 લોકોના મોત

IANS | July 08, 2013, 03:28 PM IST

કેરો : ઈજિપ્તના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સી અને સૈનિકો વચ્ચે રાજધાનીમાં રિપબ્લીકન ગાર્ડસના મુખ્યાલયની બહાર સવારે હિંસાત્મક સંઘર્ષમાં 42 લોકોના મોત થયા હતા.

મીડિયા રિપોર્ટમાં ઈજિપ્તના આરોગ્ય વિભાગમાં એક અધિકારી ખાલિદ અલ ખતીબના હવાલાથી કહ્યુ હતુ કે ઈમારતની બહાર ગોળીબારમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. એવું માનવામાં આવે છે કે મુર્સીને અહીં સુરક્ષા બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે શક્તિશાળી સેનાએ 61 વર્ષીય રાષ્ટ્રપતિને સત્તા પરથી પદભ્રષ્ટ કરી દીધા હતા અને તેમની મુસ્લિમ બ્રધરહૂડ પાર્ટીના કેટલાંક વરિષ્ઠ સાથીઓને અટકાયતમાં રાખવામાં આવ્યા છે.

બીજીતરફ મુસ્લિમ બ્રધરહૂડે સેનાના એ નિવેદનનું ખંડન કર્યું છે અને કહ્યુ કે સેનાએ તેના સમર્થકો પર ગોળીબાર કર્યા અને અનેક મુર્સી સમર્થકોની હત્યા કરી છે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %