(ફાઈલ ફોટો)
શ્રીનગર :ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળની સાથે સોમવારે આખી રાત ચાલેલી અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા. એક અધિકારીએ આજે આ જાણકારી આપી. પોલિસ મહાનિરીક્ષક અબ્દુલ ગની મીરે જણાવ્યું કે સુરક્ષા દળે કુપવાડા જિલ્લાના શેતપોરામાં ત્રણ આતંકવાદીઓની મારી કાઢયા. શ્રીનગરથી 135 કિમી દૂર શેતપોરામાં સોમવારે સાંજે આતંકવાદિઓ અને સુરક્ષા દળની વચ્ચે ગોળીબાર શરૂ કર્યો હતો.
માર્યા ગયેલા આતંકવાદીઓની લાશને એક મકાનના કાટમાળમાંથી કાઢવામાં આવી છે જ્યાં તે આતંકવાદીઓ છુપાયા હતા. આતંકવાદ નિરોધી રાષ્ટ્રીય રાયફલ્સના જવાનો અને રાજ્યની પોલિસની વિશેષ અભિયાનની ટીમે શેતપોરા ગામમાં તે મકાનને ચારેબાજુથી ઘેરી વળ્યા હતા. જ્યાં આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી.
એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા દળે મકાનની અંદર છુપાઈને બેઠેલા આતંકવાદિઓને પડકાર્યા તો તેઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળે પણ જવાબમાં કાર્યવાહી કરતા ગોળીબાર કર્યો. બન્ને તરફથી આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો જે આજે સવારે થંભ્યો અને ત્યારબાદ માર્યા ગયેલા આતંકવાદિઓની લાશને ત્યાંથી કાઢવામાં આવી.
PK
Reader's Feedback: