કાશ્મીરના બારામૂલા જિલ્લામાં પોલીસકર્મીઓ અને આતંકીઓ વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં મંગળવારે સવારે એક પોલીસકર્મી શહીદ થયો છે. જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ, સોપોર શહેરના ચાંખન વિસ્તારમાં પોલીસકર્મી અને આતંકી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ત્રણ પોલીસકર્મી સાથે ઘાયલ થયેલા ઉપ નિરીક્ષકની મંગળવારે સવારે મોત નિપજ્યું છે.
તેમણે કહ્યું કે આતંકીવાદીઓએ ગોળીબારીની શરૂઆત કરી ત્યારે જ ત્રણ જવાન ઘાયલ થઈ ગયા હતાં. જેમને ઈલાજ માટે શ્રીનગર ખસેડવામાં આવ્યાં હતાં. અત્યારે આતંકીઓ ઘર છોડીને ભાગી ગયા છે. એસઓજી ઉપરાંત રાષ્ટ્રીય રાઈફલ્સ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનો પણ અભિયાનમાં જોડાયેલા હતાં.
RP
Reader's Feedback: