કૉમેડી ફિલ્મોનાં મહારથી અને અભિનેતા ગોવિંદા સાથે અનેક કૉમેડી ફિલ્મો આપી ચુકેલા દિગ્દર્શક ડેવિડ ધવનની વધુ એક કૉમેડી ફિલ્મ મે તેરા હીરો રજૂ થઇ છે. જે ટિપીકલ ડેવિડ ધવન ફિલ્મોની જેમ એકશન – કૉમેડી ફિલ્મ છે. ફિલ્મ તેલુગૂ ફિલ્મ કાંદીરીગાની રીમેક છે. જેના રાઇટ્સ એકતા કપૂરે ખરિદ્યા. ફિલ્મમાં એકશન, કૉમેડી, રોમાન્સ, ઇમોશન, બ્યૂટી, ગ્લેમર, પાર્ટી સોંગ, મેરેજ ડાન્સ છે. એટલે કે એક મનોરંજક ફિલ્મ માટેનો તમામ મસાલો આ ફિલ્મમાં છે.
સ્ટોરી
સીલૂ ઉર્ફ શ્રીનાથ પ્રસાદ ( વરુણ ધવન ) થી શહેરનાં તમામ લોકો પરેશાન છે. જે ભણવામાં વારંવાર નાપાસ થાય છે. સીલૂ કુન્નૂરથી બેંગલુરૂ આવે છે. ડિગ્રી મેળવવા માટે. જ્યાં તેને સુનયના ( ઇલિયાના ) સાથે પ્રેમ થાય છે. જો કે સીલૂને ખબર નથી કે સુનયના પર શહેરનો કડક પોલીસ ઇન્સપેક્ટર અંગદ ફિદા છે. અંગદને જ્યારે સીલૂ અંગે ખબર પડે છે ત્યારે તે પોતાના ગુંડાઓ દ્વારા સીલૂ પર હુમલો કરાવે છે. અને બાદમાં આ વિવાદ આગળ વધે છે. અંગદ સીલૂ અને સુનયનાને અલગ કરવા માટે અંડરવલ્ડૅ ડૉન વિક્રાંત ( અનુપમ ખૈર ) સાથે હાથ મિલાવે છે. વિક્રાંતની પુત્રી આયશા ( નરગીસ ફખ્રી ) સીલૂના એક તરફી પ્રેમમાં છે. જે સીલૂને પામવા માંગે છે.
અભિનય
વરુણ ધવનમાં તમને ડેવિડ ધવનની ફિલ્મોનો ગોવિંદા દેખાશે. વરુણનો ડાન્સ અને એક્ટિંગ સારી છે. નરસીગ અને ઇલિયાનાનાં ભાગે હીરો સાથે ડાન્સ અને બ્યૂટીનું પ્રદર્શન સિવાય ખાસ કાંઇ આવ્યુ નથી.
જો કે ફિલ્મની સ્ટોરી નબળી છે. ડેવિડ ધવને ફિલ્મમાં એ જ કર્યુ છે, જે તેઓ અગાઉ ગોવિંદાની ફિલ્મોમાં કરતા આવ્યા છે.
ફિલ્મનાં સોંગ હીટ થયા છે. જો ફેમિલી સાથે એક ટાઇમ પાસ મસાલા ફિલ્મ જોવા માંગતા હોવ મઝા આવશે. પણ જો કાંઇ અલગ ફિલ્મનાં શોખિનો માટે ફિલ્મમાં કાંઇ નથી.
DP
Reader's Feedback: