લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભારતીય રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. નવી-જૂની દરેક પાર્ટી રાષ્ટ્રીય સ્તરે પોતાને ખરા અને બીજાને ખોટા સાબિત કરવાની એક પણ તક ચૂકવા માંગતી નથી. તે સાથે રાજનેતા પણ પોતાને ચમકાવા માટે બીજાને અપમાનિત કરવાની એકપણ તક ચૂકવા માંગતા નથી.
ચૂંટણી ટાંણે દેખાતી દેશની અઢળક સમસ્યાઓ પારાવાર છે. જેને લઈને મીડિયા જગતમાં ચૂંટણી લક્ષી ચર્ચા-વિચારણા, લોક મંચના કાર્યક્રમોની ભરમાર છે. ટીવી પરદે ચોકક્સ વિષય પર ચર્ચા કરવા માટે ટીવી ચેનલો દ્રારા દરેક આગેવાન નેતા, પ્રવક્તા, સમાજસેવી અને બુદ્ધીજીવીને બોલવામાં આવે છે. લોકશાહીમાં દરેકને પોતાનો અભિપ્રાય,સમર્થન કે વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ સમર્થન અને વિરોધ કરનારા જ્યારે પાસે પાસે બેઠેલા હોય ત્યારે ચોક્કસ ગરમાવો આવી જાય. તેવી જ પરિસ્થતિનું નિર્માણ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં થયું.
એક હિન્દી ન્યુઝ ચેનલે કેજરીવાલને ટાંકીને જાતિવાદ આધારિત રાજનીતિ મુદ્દે લાઈવ ચર્ચા રાખી હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા એઝાઝ ખાન અને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ચૂકેલી આપમી ભૂતપૂર્વ સદસ્ય ટીના શર્માને આમંત્રણ આપ્યું હતું. કમનસીબે આ બન્ને એક જ ટેબલે બાજુ બાજુમાં બેઠેલા હતા. જોકે ટીવી ચેનલે કદાચ કલ્પના નહીં કરી હોય કે મુદ્દો ગરમાશે તો શું થશે ?
વાત-વિવાદ દરમ્યાન અચાનક ટીના શર્માએ બાજુમાં બેઠેલા આમ આદમી પાર્ટીના પ્રવક્તા એઝાઝ ખાનને તમાચો મારી દીધો. આ ઉપરાંત પ્રારંભિક તબક્કે વાત-વિવાદ ઉગ્ર બન્યો અને અંતે તમાચા સુધી પહોંચી ગયો હતો. જોકે એન્કર દ્રારા અનેક કોશિષો થઈ હતી પરંતુ તે નિષ્ફળ સાબિત થવા પામી હતી. આ તમાચો કેમેરામાં કેદ થઈ જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પહેલી વખત આવી ઘટના બની છે કે કોઈ મુદ્દે આમંત્રિત મહેમાન દ્રારા બીજા મહેમાનને તમાચો મારીને પોતાનો રોષ ઠલવાયો હોય.
Reader's Feedback: