
સપ્તાહના પ્રારંભમાં આપની તંદુરસ્તી સાચવવાની સલાહ આપતા ગણેશજી કહે છે કે શરદી, ખાંસી, દમ અને પેટના દર્દો ૫રેશાની કરે તેવી શક્યતા છે. શારીરિક સાથે માનસિક અસ્વસ્થતા રહેતાં અજંપાનો અનુભવ થાય. વિચારોમાં ગડમથલના કારણે આપ કોઈ નિર્ણય પર નહીં આવી શકો. આપની તર્ક શક્તિ જરૂર કરતા વધારે કામ કરતી હોય તેવું લાગશે. આવા સમયે જેટલા વ્યવહારુ બનશો એટલા ફાયદામાં રહેશે. નાણાકીય ખેંચતાણ ટાળવા માટે કાયદા વિરુદ્ધના શોર્ટકટ ન અપનાવવા. નોકરી- વ્યવસાયમાં સહેજ પણ ગાફેલિયત કે શરતચુક આ સમયમાં કોઈપણ સંજોગોમાં ક્ષમ્ય નથી. સંતાનો સાથે મતભેદની શક્યતાઓ પણ પ્રબળ છે. જોકે, સપ્તાહના ઉત્તરાર્ધમાં આપને થોડી રાહત થશે.
Reader's Feedback: