
(ડૉ. વી વી રામા સુબ્બારાવે તેમની ભારતીય વહીવટી સેવાઓમા 36 વર્ષ ગાળ્યા છે. તેમાંથી 27 વર્ષ તેઓએ ગુજરાતમાં સેવાઓ આપી છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટીકલ ઈકોનોમી એન્ડ ગવર્નમેન્ટ વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરી છે. 1986માં ગુજરાત આવ્યા બાદ તેઓએ રાજ્ય સરકારમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. ગુજરાતના આઈએએસ અધિકારી તરીકેના તેમના રસપ્રદ અને રમૂજી કહી શકાય એવા કિસ્સાઓ તેઓ લખશે. તેમની લેખશ્રૃંખલા નિયમિત રીતે નિશ્ચિત સમયગાળામાં પ્રકાશિત થશે. તેઓનો સંપર્ક પર કરી શકાશે.)