આ વખતે લોકસભાની ચૂંટણીમાં દરેક મતવિસ્તારમાં અંદાજે 90 હજાર મતદારોમાં વધારો થવા પામ્યો છે. આ મતદારો 18થી 22 વર્ષની વયના છે.જેમાંથી 42,000 હજાર મતદાર એવા છે પહેલી વખત મતદાન કરશે.
ગત લોકસભા ચૂંટણીમાં ૭૧.૭ કરોડ મતદારોની નોંધણી થઇ હતી. જેમાં આ વખતે ૧૩.૬% કરોડ મતદારો પોતાનો અમૂલ્ય વોટ આપશે. સમગ્ર આંકડાઓને આવરી લઇએ તો મતદારોની સંખ્યામાં આ તોતીંગ વધારામાં ર૪% ફાળો ૧૮-૧૯ની વયજુથના મતદારોનો રહેલો છે. ૧૮-ર૩ વર્ષની વયજૂથના મતદારોની અંદાજીત સંખ્યા ૪.૮૭ કરોડ પર પહોંચે છે.
આ ચૂંટણીમાં દરેક બેઠકોમાં સરેરાશ ૧.૭૯ લાખ નવા વોટરો ઉમેરાયા છે અને પાછુ આમાંથી અંદો ર૪ ટકા અથવા તો ૪ર,૦૦૦ જેટલા ૧૮-૧૯ની વય જુથવાળા મતદારો છે કે જેઓ આ વખતે પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
મહિલા મતદારો પર નજર
છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો પુરૂષો કરતા તો મહિલા મતદારોની સંખ્યા વધારે છે. વર્ષ ૨૦૦૯માં ૩૭.૪૭ કરોડ પુરૂષ વોટર હતા અને ૩૪.૨૨ કરોડ મહિલા વોટર હતાં.
કેરળ, મણિપુર, મિઝોરમ, ગોવા, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, પુડ્ડુચેરી અને દીવ-દમણમાં મહિલા વોટરોની સંખ્યા પુરૂષો કરતા વધારે છે. કેરળમાં લોકસભાની ૨૦ બેઠકો છે અને પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા ચાર ગણી વધારે છે. દેશની રાજધાનીમાં મહિલા વોટરનું સૌથી ઓછું પ્રમાણ છે. દિલ્હીમાં ૪૪.૫૭ ટકા મહિલા મતદારો છે.
RP
Reader's Feedback: