Home» Education» International Education» World university rankings 2012 13

યુએસએ-બ્રિટન પર હાવી એશિયન યુનિ.

IANS | October 06, 2012, 12:12 PM IST

લંડન :

એકેડેમિક ઉત્કૃષ્ટતાના મામલે હજુ પણ અમેરિકા અને બ્રિટનની યુનિવર્સિટીઓનો દબદબો યથાવત્ છે પરંતુ એશિયા પણ આ મામલે ઝડપથી આગળ વધી રહ્યું છે. યુનિવર્સિટી રેંકિંગના એક તાજેતરના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

‘ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ્સ 2012-13’માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ટોચ પર રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સાથે બીજા ક્રમનું સ્થાન મળ્યું છે. જ્યારે પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી ત્રીજા ક્રમે છે.

દરમિયાન રેંકિંગનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે ચીન, સિંગાપોર, તાઈવાન અને ખાસ કરીને દક્ષિણ કોરિયાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઝડપથી વિકાસ પામી રહી છે. આર્થિક સહયોગ તેમજ વિકાસ સંગઠન (ઓઈસીડી)ના વિશ્લેષક ડર્ક વેન ડેમ કહે છે કે એકેડેમિક ઉત્કૃષ્ટતા 20મી સદીના પશ્ચિમી કેન્દ્રોથી હવે પૂર્વ તરફ જઈ રહી છે. અમેરિકા અને બ્રિટન આ યાદીમાં ભલે સૌથી મોખરે હોય પરંતુ ટોચની 200 સંસ્થાઓમાં ઘટાડો થયો છે.

એશિયન યુનિવર્સિટીઓની વધતી સફળતા પાછળ વધુ રહેલું રોકાણ પણ મહત્વપૂર્ણ હોવાનું ગણવામાં આવ્યું છે.


JD / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %