Home» Business» Industrial» Wipro manufacture german brand chairs indian market

વિપ્રો જર્મન બ્રાન્ડની ખુરશીઓ બનાવશે

એજન્સી | February 01, 2014, 04:11 PM IST

નવી દિલ્હી :
વિપ્રોએ લાઈટ તથા ફર્નીચર વ્યવસાયના ભારતીય બજાર માટે જર્મનીની ઈંટરસ્તુલ સાથે તેની લોકપ્રિય ગોલ સીરીઝની ખુરશીઓની બનાવટ માટે  કરાર કર્યો છે. 
 
વિપ્રોના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ  બિઝનેસ હેડ(કોમર્સિયલ લાઈટ એન્ડ ફર્નિચર બિઝનેસ) પરાગ કુલકર્ણીએ જણાવ્યું હતું કે અમે યુરોપની જાણીતી ચેર મેન્યુફેકચર કંપની જર્મનીની ઈન્ટરસ્થૂલ સાથે લાઈસન્સિંગ કરાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ગોલ સીરીઝની ખુરશી બનાવવા માટે વિપ્રો સાથે કરાર થયા મુજબ અમે ચેન્નાઈમાં આવેલા અમારા અત્યાધુનિક પ્લાન્ટમાં તેનું ઉત્પાદન શરૂ કરીશું.
 
આ એકમની ખાસિયત છે કે તેમાં ખુરશીઓનું ઉત્પાદન માત્રને માત્ર મહિલાઓ જ કરશે. એક પ્લાન્ટમાં તમામ મહિલા કર્મચારીઓ હોય તેવી આ અનોખી ફેકટરી હશે. આ યુનિટમાં લગભગ 75 મહિલાઓ કામ કરશે તેમ ઉમેર્યું હતું.
 
કંપનીએ તેની સિગ્નેચર ઈવેન્ટ લાઈટ એન્ડ ફર્નિચર શો લોન્ચ દરમિયાન ખુરશીઓની ઈન્ટરસ્ટૂહલ રેન્જ લોન્ચ કરી હતી. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %