ગત રવિવારે દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં બાબા રામદેવ દ્રારા આયોજીત યોગ મહોત્સવમાં નરેન્દ્ર મોદી દેખાયા. જેમાં તેમણે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં મુદ્દે પોતાના સહમતિ દાખવતા કહ્યું કે બાબા રામદેવના મુદ્દા મારા પોતાના મુદ્દા છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં મઠડી કામદારોને એનસીપી નેતા શરદ પવાર બોગલ વોટીંગ એટલે કે બે વખત મતદાન ની સલાહ આપતાં નજરે ચઢ્યાં. જોકે તેમની સલાહ બાદ વિવાદ સર્જાતા તેમણે નિવેદન તોડી ફેરવ્યું અને કહ્યું કે આ તો હળવા અંદાજમાં કહ્યું હતું.
આ અઠવાડિયા દરમ્યાન ભાજપે તેમનું ગીત લોન્ચ કર્યું ઉપરાંત હર હર મોદીના નારાનો વિવાદ સર્જાતો ભાજપે નવો નારો આપ્યો જેમાં અબકી બાર, મોદી સરકારના નારાએ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ કરી દીધી. કહેવાયું કે હવે મોદી – ભાજપ થઈ ગયું છે. જોકે સર્વેમાં મોદી લહેરની અસર દેખાઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસને પાછળ છોડીને આમ આદમી પાર્ટી ભાજપને સીધી ટક્કર આપી રહી છે. અને તેથી જ કદાચ મોદીને પણ નાછૂટકે કેજરીવાલને નિશાને લેવા પડ્યા અને એકે-49 તરીકે કેજરીવાલનો ઉલ્લેખ કરી પાકિસ્તાનનો એજન્ટ કહેવાની ફરજ પડી. જોકે વર્તમાન સમયે ભાજપ સ્વીકાર કરે કે ન કરે પરંતુ તેમની નજર કોંગ્રેસથી વધારે આમ આદમી પાર્ટી પર છે. જોકે રેલીઓમાં મોદી કોંગ્રેસને જ નિશાને લઈ રહ્યાં છે પરંતુ તેમને વધારે ભય આમ આદમી પાર્ટી છે. કારણ કે કોંગ્રેસની સામે બોલવા માટે ઘણું છે પરંતુ આમ આદમી પાર્ટીની સામે બોલવા માટે કેજરીવાલની દિલ્હી સરકારનો 49 દિવસનો કાર્યકાળ અને કેજરીવાલનું રાજીનામું છે.
સોમવારથી જ રાજકીય ઉતાર ચઢાવ તેજ જોવા મળ્યો. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભારત વિજય અભિયાન અંતર્ગત મિશન 185 ઠેકાણે જનસભાઓ સંબોધશે તો કેજરીવાલ અને રાહુલ ગાંધી પણ પાછળ રહ્યા નથી. કેજરીવાલ પોતાની રોડ શો કરીને પ્રચાર-પ્રસાર કરશે તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મોદીની સરખામણીએ ઘણી ઓછી જનસભાઓ કરીને પંજાને સાચો ઠેરવાની કોશિષ કરશે.
મંગળવારે વારાણસી છવાયેલું રહ્યું કારણ કે કેજરીવાલ પહોંચી ગયા હતા. કેજરીવાલે જનસભા સંબોધીને જાહેર કર્યું કે તેઓ મોદીની સામે વારાણસીથી લડશે. જોકે ગુજરાત સરકારે પણ તે દિવસે જ પ્રેસ રિલીઝ દ્રારા કેજરીવાલે અગાઉ પૂછેલા સવાલના જવાબ આપ્યા. મંગળવારે ભાજપે ચૂંટણી ગીત રજૂ કર્યું.જેમાં વચ્ચે મોદીનો અવાજ પણ આપવામાં આવ્યો છે. તો બુધવારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો.જોકે ચૂંટણી ઢંઢેરાના મુખ્ય પાને તસ્વીરોમાં ઘણો ફેરફાર છે. રાહુલ ગાંધીનો ફોટો મોટો જ્યારે સોનિયા ગાંધી અને મનમોહન સિંહનો ફોટો ઘણો નાનો રાખવામાં આવ્યો હતો.
બુધવારે મોદીએ જમ્મૂ ખાતે યોજાયેલી રેલીમાં પહેલી વખત અરવિંદ કેજરીવાલને આડેહાથે લેતા એક-49 કહ્યાં અને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યાં. મોદીના પ્રહારથી નારાજ થયેલા કેજરીવાલે તુરંત કહ્યું કે ભાજપના પીએમ પદના ઉમેદવારના આ ભાષા શોભતી નથી. જોકે ગુરૂવારનો દિવસ પણ મોદીને નામે રહ્યો જ્યારે મોદીએ ઝારખંડ અને બિહારમાં રેલીઓ સંબોધી. ગુરૂવારે ઝારખંડમા લોહરદગામાં યોજાયેલી દિવસની પહેલી જ સભામાં મોદીએ કોંગ્રેસને નિશાને લીધું અને કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા દ્રારા લોકોને મૂર્ખ બનાવી રહી છે. જોકે મોદી આતંકીઓના નિશાને છે તે પ્રકારના સંકેતો સ્પષ્ટ મળી રહ્યાં છે. મંગળવારે ગોરખપુરથી બે આતંકીઓ ઝડપાયા. જેમના નિશાને વારાણસી હતું. તો બીજી તરફ ગુરૂવારે ઝારખંડમાં ભારત વિજય રેલી સંબોધે તે પહેલા જ રાંચીના ગયામાં નકસલી હુમલો થયો હતો અને જ્યારે મોદી ગયા ખાતે ગુરૂવારે પોતાની અંતિમ રેલી સંબોધવા પહોંચ્યા ત્યારે ભારે જનમેદનીને પગલે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસ તરફથી લાઠીચાર્જ થતાં જ જનમેદનીએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જોકે સુશીલ મોદીએ સમર્થકોને શાંત કર્યા હતા. ગયા ખાતેની રેલીમાં મોદીએ ફરીથી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને મજાક ગણાવ્યો અને નિતીશ કુમારને આડેહાથે લેતા કહ્યું કે ગયા ખાતે લોકો ગૌતમ બુદ્ધના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. ગૌતમ બુદ્ધની ભૂમિ લોહીલૂહાણ થઈ પરંતુ સરકારને કોઈ ચિંતા નથી..સરકાર વોટબેન્ક કેવી રીતે બચાવા માટે તેની ચિંતા કરે છે. તે દિવસે ગુરૂવારે અસામ ખાતે તેજપુરથી રેલી સંબોધી રહ્યાં હતા જેમાં તેમણે કહ્યું કે ગુજરાતના વિકાસ મોર્ડલને દરેક રાજ્યમાં લાગુ ન કરી શકાય.
શુક્રવારે પણ મોદીએ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જનસભાઓ ગજવી હતી. જેમાં નિશાને કોંગ્રેસ રહી હતી. જોકે ભાષણમાં મોદીએ મોંઘવારી અને કોંગ્રેસના શાસન પર જ નિશાન તાક્યું હતું. પરંતુ તે દિવસે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ પોતાના કટ્ટર બોલને કારણે ચર્ચામાં રહ્યાં હતા. એક વીડિયો ફરતો થયો જેમાં તેમણે મોદીને ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે મોદીના હું ટૂકડે ટૂકડા કરી નાખીશ. જેને લઈને તેમની સામે ફરિયાદ પણ દાખલ થવા પામી છે. જોકે તેમણે કહ્યું હતું કે આ વીડિયો જૂનો છે. જોકે ચૂંટણી પંચે ભાષણનું ફૂટેજ મંગાવ્યું છે.
જોકે શનિવારે ગાઝીયાબાદ ખાતેની રેલીતી રાહુલ ગાંધીએ સમાજવાદી પાર્ટીમાંથી કોંગ્રસેમાં જોડાયેલા ઈમરાન મસૂદનો બચાવ કર્યો અને કહ્યું કે આ વીડીયો જૂનો છે અને કોંગ્રેસની ભાષા આવી નથી. જોકે શનિવારે જેડીયુમાંથી ભાજપમાં જોડાયેલા સાબિર અલીનો ભાજપમાં વિરોધ થવાની સાથે સંઘે નારાજગી વ્યક્ત કરી જેને લઈને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે પરિસ્થિતિને સમજીને સાબિર અલીની સદસ્યતા રદ્દ કરી દીધી તે સાથે શનિવારે બાડમેર ટિકીટને લઈને નારાજ થયેલા જસવંત સિંહે અપક્ષ ઉમેદવારી અંત સમય સુધી પરત ને લેતા અંતે પક્ષે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની હિંમત દાખવી છે.
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ પોતાના પ્રચાર પોસ્ટર નરેન્દ્ર મોદીનો ફોટો વાપરીને અપીલ કરીને છેકે એમએનએસને વોટ કરવો એટલે નરેન્દ્ર મોદીને વોટ આપવો જોઈને લઈને નારાજ થયેલ ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: