ગત રવિવારે હોળી હતી. રાજકીય વાતાવરણ સહિત મીડિયામાં પણ રજાનો માહોલ હતો. બે દિવસની રજાની મજા દરેક જણ લેતા જણાયાં. બે દિવસ લાગ્યું કે રાજકીય ઉતાર-ચઢાવ શાંત થઈ ગયો છે.
અગ્રણી નેતાઓની નારાજગી ભાજપ દેખાઈ. અડવાણીને ભોપાલથી લડવું હતું પરંતુ ગાંધીનગરથી લડવાની ફરજ પડી. તો જસવંત સિંહને બાડમેરથી ટિકીટ ન મળી. જેથી નારાજ થયેલા જસવંત સિંહ હવે સોમવાર પાર્ટી છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
આજે રવિવારે બાબા રામદેવના મંચ પર મોદી યોગ કરતા દેખાશે. તો કેજરીવાલ હરિયાળાના પ્રવાસે છે. જોકે ફરિદાબાદમાં તેમને કાળા ઝંડા બતાવામાં આવ્યા હતાં.
અઠવાડિયા દરમ્યાન બેઠક અને ઉમેદવારી ચર્ચામાં રહી. જે વર્તમાન સાંસદોના ઠેકાણા બદલાયાં તે ઠેકાણે તેમનો વિરોધ થયો. ગુજરાતની પાંચ લોકસભા બેઠક પર દરેકની નજર હતી. મનાઈ રહ્યું હતું કે અડવાણીના ખાસ હરિન પાઠકને ટિકીટ મળશે નહીં તેની જગ્યાએ પરેશ રાવલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. તે જ પ્રમાણે ભાજપે હરિન પાઠકનું પત્તું કાપીને પરેશ રાવલને ચૂંટણી મેદાને ઉતારી દીધા છે.
મોદીની મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી વર્ધા રેલી અને ચાય પર ચર્ચા ખાસ રહી. જેમાં તેમણે કોંગ્રેસને આડેહાથે લીધી. ખેડૂતલક્ષી સવાલો ઉઠાવ્યાં અને વર્ધામાં કહ્યું કે ખેડૂતો મરતા રહ્યાં અને સરકાર ઉંઘતી રહી, તો પ્રતાપગઢથી રાહુલ ગાંધીએ આ ચૂંટણીને બે વિચારધારા વચ્ચેની લડાઈ બતાવી. તો કેજરીવાલ હરિયાળામાં રોડ શો કરી રહ્યાં છે. જેમાં હજૂ પણ તે ગુજરાતની પોલ ખોલવામાં જ વ્યસ્ત છે.
વિતેલા અઠવાડિયા દરમ્યાન ભાજપના વરિષ્ઠ નેતાઓને બેઠક માટે થયેલો અનાદર મોખરે રહ્યો અને તેથી જ કદાચ ભાજપની સૌથી જૂની સહયોગી શિવસેના માટે અસહ્ય બની ગયું. અને સામનામાં ઉદ્ધવ ઠાકરેએ આખરે ભાજપને સલાહ આપી દીધી. જોકે સલાહનો વળતો જવાબ પણ ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે આપ્યો અને કહી દીધું કે મારું નામ પણ ભાજપની પહેલી યાદીમાં ન હતું.
RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: