ગત રવિવારે ઉત્તર પ્રદેશ મોખરે રહ્યું હતું. જેમાં લખનૌ ખાતે મોદી, અલ્હાબાદ ખાતે મુલાયમ અને કાનુપર ખાતે કેજરીવાલે વિકાસ અને ભ્રષ્ટાચાર મુદ્દે એકબીજાને સાંણસામાં લેવાની કોશિષ કરી હતી. મુલાયમે મંચ પરથી મોદીને કહી દીધું કે રેલીમાં જનમેદનીને આધારે તેમનો મુકાલબો ન કરે..અને જો મુકાબલો કરવો હોય તો વિકાસને આધારે કરે..ઉત્તર પ્રદેશનો વિકાસ ગુજરાતથી વધારે છે. જો ત્યાર બાદ મોદીએ લખનૌમાં કરેલા સંબોધનમાં મુલાયમને મોદીએ આડેહાથે લીધા અને સ્પષ્ટ સંકેત આપી દીધો કે કોંગ્રેસની સાથે સમાજવાદી પાર્ટીનો ખાતમો નક્કી છે. જોકે કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ સહિત સમાજવાદી પાર્ટીને પણ આડેહાથે લીધી. જોકે કેજરીવાલે ગુજરાતના વિકાસ પર સવાલ ઉભા કર્યા અને અંબાણીને ફરી નિશાને લઈને મોદીને આડેહાથે લીધા હતાં. ગત અઠવાડિયાએ રાહુલનું શાણપણ, ખુર્શીદની ચાલાકી અને લાલુની ચિંતા રહી મોખરે રહેવા પામી હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારથી તેમણે ચૂંટણી પ્રચાર દેશના ખૂણે ખૂણે પહોંચી ગયા. અને એક મોદી લહેર ફેલાઈ હોવાનો અહેસાસ કરાવ્યો. જોકે હવે ચૂંટણી તારીખો જાહેર થઈ જતાં રાજનીતિ અંતિમ ચરણે પહોંચી ગઈ છે. જેમાં વિરોધીઓને તદ્દન ખોટા અને પોતાને સાચા સાબિત કરવાની અંત ઘડીને રમતો રમાવાની શરૂઆત ચૂંટણી તારીખોના એલાન બાદ થઈ જવા પામી છે.
ગત અઠવાડિયાથી મોદી લહેરના વહેણમાં સત્વરે લોકો સુધી પહોંચવાની રણીનીતિ કેજરીવાલે બનાવી દીધી હતી. તેમણે કાનુપર કહ્યું કે દેશમાં કોઈ મોદી લહેર નથી. મને તો ગુસ્સાની લહેર જણાઈ રહી છે. અને ગુજરાતમાં કેટલો વિકાસ છે તે જોવા હું ગુજરાત જઈશ. અને ત્યારથી જ નક્કી થઈ ગયું હતું કે માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું કેજરીવાલને નામે થશે.
આજે રવિવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો સ્થાપના દિવસ છે. શનિવારે મોદીએ મહિલા સશક્તિકરણ મુદ્દે ચાય પર ચર્ચા કરી તો કેજરીવાલે મોદીના ગઢથી જ જનસભાને સંબોધીને મોદી લહેર પર સવાલ ઉઠાવી દીધાં છે. તેવી પરિસ્થિતિમાં આજનો રવિવાર રાજકીય રીતે શાંત રહેશે પરંતુ સોમવારથી ફરી રાજકીય ગરમાવો જોવા મળશે તેના પૂરા એંધાણ છે.
રેલીની ચર્ચા
મોદીની બિહારમાં મુઝફ્ફનગર ખાત યોજાયેલી હૂંકાર રેલી ચર્ચામાં રહી હતી. જોકે ભારે જનમેદની વચ્ચે રહેવા ટેવાયેલા મોદીએ આ રેલીથી નીતિશ સરકારને આડેહાથે લીધી હતી. તે સાથે પાસવાનના ભરપેટ વખાણ કરીને ત્રીજા મોરચાને આડેહાથે લીધો હતો.જોકે રેલીમાં તેમના દ્રારા બોલાયેલું વાક્ય “હું સમસ્યાનો અને વિરોધીઓ મારે ઉપાય શોધે છે”, તે મીડિયામાં હોટ ફેવરિટ બની ગયું હતું.
કેજરીવાલનો શનિવારે અમદાવાદ ખાતેનો રોડ શો ચર્ચામાં રહ્યો હતો. સવારથી રોડ શો પર નજર હતી. કેજરીવાલનો રોડ શો મણિનગર થોડા સમય માટે અડક્યો હતો. પરંતુ સાંજે બાપુનગર ખાતે યોજોયેલી સભામાં એકત્રિત થયેલી જનમેદનીએ કેજરીવાલને ભારે રાહત આપી હોય તેમ જણાયું હતું. જોકે જનસભા દરમ્યાન કેજરીવાલના સ્ટેજ પર છૂટાછવાયા પત્થર પણ પડ્યાં પરંતુ ગુજરાતને જીતવાની નેમ સાથે આવેલા કેજરીવાલને તેનાથી કઈ ફરક ન પડ્યો. મોદીના ગઢમાં જ મોદી વિરોધી અવાજ ઘણા વર્ષો બાદ અમદાવાદની પોળોમાં ગુંજી રહ્યો હતો અને જનતા માટે તે જ નવાઈની વાત હતી. અને કેજરીવાલની મોદી વિરોધી લહેરોએ દેશભરમાં ઉઠેલી મોદી લહેરને અંબાણી-અદાણીની ઈંટોથી દિવાલ ચણીને રોકવામાં કેટલી સફળતા મેળવશે તે ચૂંટણી જ કહેશે, પરંતુ તેમ છતાં ગુજરાતમાં વિકાસને જોવા આવેલા કેજરીવાલે જ્યારે મોદીને મળવાનો સ્ટંટ કર્યો ત્યારે દેશ સહિત ગુજરાતનું રાજકીય વાતાવરણ ગરમાયું જોવા મળ્યું. જોકે તે દિવસે મોદી પોતાના પુસ્તકનું વિમોચન કરી રહ્યાં હતાં જેથી કેજરીવાલને સમય આપી ન શક્યાં એમ હોઈ શકે.
મોદીને મળવાની જીદ્દે કેજરીવાલને રાજકીય રીતે ચર્ચામાં રાખ્યાં હતાં. જોકે આ સ્ટંટ પાછળ તેમનો ઉદ્દેશ્ય એક જ હતો કે જેમ તેમ કરીને મોદીને નિર્બળ સાબિત કરવા, મજબૂત વ્યક્તિત્વનો ચહેરો બની ચૂકેલી મોદીની છબીને આંચકો આપવો. કેજરીવાલે મોદીને લલકારતા અનેક વખતે કહ્યું કે મોદી મારાથી ડરી ગયા છે.
કેજરીવાલની યાત્રા દરમ્યાન તેમનો અનેક ઠેકાણે વિરોધ થયો. કેજરીવાલ સહિત મનિષ સિસોદીયાની ગાડીના કાચ તૂંટ્યા હતા. અને તૂંટેલા કાચની ગાડીઓ સાથે તેમણે ગુજરાત ભ્રમણ પણ કર્યુ હતું.
રાહુલ ગાંધીએ મુંબઈમાં યોજાયેલી રેલીમાં મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસ પર આરોપ લગાવી દીધો. અને જેથી આરએસએસ ઉશ્કેરાયું અને તેમણે કાયદાકીય પગલાં ભરવાની તૈયારીઓ દર્શાવી.
ચર્ચામાં રહેલા નિવેદનો
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને માની લીધું છેકે લધુમતિ પ્રત્યે મોદીની બદલાયેલી રણનીતિ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ભારે અસર પહોંચાડશે અને તેથી જ કદાચ તેમને લઘુમતિ સમુદાયને ટાંકીને મોદીને નિશાને લેતા પ્રહાર કર્યો કે ગુજરાતના મુસલમાન મોદીને ડરીને વોટ આપે છે અને તેમને ડર છે કે જો મોદીને વોટ નહીં આપીએ તો તેજાબથી સળગાવી દેવામાં આવશે.
જોકે આઝમ ખાનની રાહે કેજરીવાલ પણ ગુજરાત પ્રવાસ દરમ્યાન દેખાયા. મોદીને નિશાને લેતા તેમણે અનેક વખત કહ્યું કે મોદી પોતાના વિરોધીઓને હટાવા માટે કોઈ પણ હદ વટાવી શકે છે. અને તેથી જ ગુજરાતમાં મોદી વિરોધી કોઈ અવાજ ઉઠ્યો નથી. અને અંતે પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્બદુલાએ વીજળી સંર્દભે કાશ્મીરીઓને મહાચોરની ઉપાધી આપી દીધી હતી.જે તેમની માટે આફત બની જવા પામી હતી.
લોકસભાની ચૂંટણી માટે ભાજપની પહેલી યાદી તૈયાર થઈ રહી હતી તે દરમ્યાન અડવાણીએ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ વન મેન આર્મી બની છે તેની સાથે સહમત છે. આ બંધબારણે ભાજપના અગ્રણીઓ વચ્ચે થયેલ મંતવ્યોની આપ-લે મીડિયા જગતમાં ઉજાગર થઈ જતાં ભારે ચર્ચા જન્માવી હતી.
તો રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની બે દિવસ મુલાકાત દરમ્યાન એન્જીન્યરીંગ કોલેજના વિધાર્થીઓ સાથે વાતચીત દરમ્યાન કહી દીધું કે જર્મન તાનાશાહ બૂમો પાડતો હતો કારણ કે તેનામાં વિશ્વાસનો અભાવ હતોત જ્યારે વિશ્વાસથી ભરપૂર ગાંધીજીએ ક્યારેય બૂમો પાડી નથી. જોકે મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું કે રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની સરખામણી હિટલર સાથે કરી. પરંતુ રાહુલ ગાંધીનો આ વિચાર તેમની વર્તમાન રણનીતિમાં ચોખ્ખી રીતે જોઈ શકાય છે. વર્તમાન સમયે ભાજપ અને કેજરીવાલનો પ્રચાર પ્રસાર મહાકાય રેલીઓ અને ભરપૂર મનોરંજક મસાલા સાથે થઈ રહ્યો છે. તેનાથી વિપરિત રાહુલ ગાંધીની મુલાકાતો શાંત પાણીની વમળોની જેમ નાના પાયે અનેક ઠેકાણે થવા પામી છે.
મુલાયમની હોશિયારી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહે પોતાના પુત્રને ભરસભામાં સલાહ આપી દીધી અને કહી દીધું કે સરકારે ચમચાગીરી કરનારા લોકોથી બચવું જોઈએ. સરકારે પોતાના વિકાસના કામ જનતા સુધી લઈ જવા જોઈએ.
રાજકીય તોડફોડ મારપીટ
ગુજરાત યાત્રાના પહેલા દિવસે પોલીસે કેજરીવાલની પાટણ પાસે અટકાયત કરી. સમાચાર વાયુવેગે દિલ્હી પહોંચ્યા અને દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે તોડફોડ અને ઝપાઝપી અને ઉગ્ર વાતાવરણનું નિર્માણ થયું. હવામાં ખુરશીઓ ફેંકાઈ, પાર્ટી ઝંડામાંથી દંડા કઢાયા અને વિરોધીઓ ઉપર હથિયારની જેમ વપરાયા. જોકે પોલીસે આ ઘર્ષણ પોલીસ ચોપડા સુધી પહોંચ્યું પરંતુ અંતે આપ નેતા આશુતોષ અને સાઝીયા સાથે પૂછપરછ થઈ.
મહિલા દિવસે દિલ્હીમાં જંતર મંતર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા આપ નેતા યોગેન્દ્ર યાદવના ચહેરાને કાળા રંગની શ્યાહીથી રંગી દીધો. જેના લીધે પલભર માટે યોગેન્દ્ર યાદવ પણ વિચારમાં પડી ગયા હતા. પોતાના ચહેરા શ્યાહી મસળનાર વ્યક્તિને ભગવાન સદ્દબુદ્ધિ આપે તેમ જણાવીને પોતાને શાંત કરતા નજરે ચઢ્યાં હતા.
ઉમેદવારોની યાદી
તૃણમૂલ કોંગ્રેસે લોકસભાની માટેની પોતાની ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે અને આ વખતે તૃણમૂલ કોંગ્રેસે 11 મહિલાઓને મોકો આપ્યો છે.ભાજપે પોતાની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 52 ઉમેદવારોના નામ જાહેર થવા પામ્યાં છે. ભાજપે શિમોગાથી બી.એસ યેદિયુરપ્પાને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વારાણસી બેઠકને લઈને ભાજપમાં ગરમાગરમી વધી ગઈ છે. વારણસી બેઠક પરથી મોદીને ચૂંટણી મેદાને ઉતારવા ઈચ્છુક જૂથેનો વિરોધ કરવા માટે મુરલી મનોહર જોષી સમર્થક સક્રિય બની જવા પામ્યા છે.
તોડજોડ
બિહારમાં આરજેડીમાં લાલુ ફેમિલી પોતાના નેતાને મનાવા માટે મેદાને ઉતરી પરંતુ અંતે કોઈ ફાયદો નથો. આરજેડીએ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી. જેમાં પાટલીપુત્ર બેઠક રામકૃપાલ યાદવની જગ્યાએ લાલુએ પોતાની બેટીને આપી દીધી જેથી નારાજ થયેલા રામકૃપાલ યાદવે પાર્ટીના દરેક પદોથી રાજીનામું આપી દીધુ.કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદમ્બિકા પાલે કોંગ્રેસ છોડી દીધી. જોકે તેઓ ભાજપમાં જોડાશે તે બાબતે અનેક અટકળો ચાલી રહી છે પરંતુ જોડાયા નથી.
RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: